ક્રેશ પહેલા જ મૃત્યુનો આભાસ? મૃતકના સ્ટેટસે સૌને ચોંકાવ્યા

અમદાવાદ, 13 જૂન 2025 : 242 લોકોને લંડન લઈ જતું વિમાન અમદાવાદ એરપોર્ટ નજીક ક્રેશ થયું. આ દુર્ઘટનામાં એક મુસાફર સિવાય બધાના અવસાન થયા. આ 241 લોકોમાં એક અંજુ શર્મા હતા, જે હરિયાણાના કુરુક્ષેત્રના રહેવાસી હતા. આ ભયાનક અકસ્માતમાં દુનિયા છોડી ગયેલા અંજુએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર લખ્યું હતું – આદમી ખિલૌના હૈ. આ પોસ્ટ જોઈને શોકગ્રસ્ત પરિવાર માને છે કે તેમને કદાચ તેમના મૃત્યુનો અહેસાસ થયો હશે.
અંજુ શર્મા તેcની પુત્રી નિમ્મી શર્માને મળવા લંડન જઈ રહ્યા હતા. પરંતુ તેમની ઈચ્છા અધૂરી રહી ગઈ. જગદીશ શર્માની પુત્રી અંજુના લગ્ન પંજાબના પટિયાલા જિલ્લામાં થયા હતા. પરંતુ તે ગુજરાતના વડોદરામાં રહેતી હતી. તેના સ્વર્ગસ્થ પતિ ઊન ઉદ્યોગમાં કામ કરતા હતા. તે ફિલ્મ અભિનેતા મિલન શર્માની બહેન છે. અંજુની મોટી પુત્રી લંડનમાં રહે છે જ્યારે નાની પુત્રી વડોદરામાં છે.
આ પણ વાંચો : જવાનોને દિલથી સલામ! પ્લેનક્રેશના ઈજાગ્રસ્તો માટે 300 સૈન્ય કર્મચારીઓએ કર્યું રક્તદાન











