અનિલ અંબાણીને લાગ્યો જેકપોટ, રિલાયન્સ પાવરને મળ્યુ સરકારી કંપનીનું મોટુ ટેન્ડર

નવી દિલ્હી, 14 નવેમ્બર, 2025: હાલમાં કાયદાકીય આંટીઘૂંટીમાં સપડાયેલા અનિલ અંબાણીના નેતૃત્ત્વવાળી કંપની રિલાયન્સ પાવરની પેટા કંપની રિલાયન્સ એનયુ એનર્જીઝ પ્રા. લિમીટેડને મોટી સફળતા મળી છે. હકીકતમાં કંપનીને SJVN લિમીટેડ પાસેથી એક ઓર્ડર મળ્યો છે. કપનીએ જણાવ્યું હતુ કે તેને 10 નવેમ્બરે ફર્મ એન્ડ ડિસ્પેચેબલ રિન્યુએબલ એનર્જી (FDRE) સ્કીમ હેઠળ 750 MW/3000 MWhનો ઓર્ડર મળ્યો છે, જે ટેન્ડર ફાળવણીનો 50 ટકા હિસ્સો છે.
ટેન્ડર 3.3 ગણું વધુ ભરણું ભરાયુ હતુ. જે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં કંપનીઓના રસને પ્રતિબિંબિત કરે છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ હાઇબ્રિડ અને સ્ટોરેજ-આધારિત સોલ્યુશન્સનો ઉપયોગ કરીને 24 કલાક રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરવાનો છે. રિલાયન્સ NU એનર્જીઝ આ ઈ-હરાજીમાં સૌથી મોટા વિજેતા તરીકે ઉભરી આવ્યું છે, જેમાં કિલોવોટદીઠ ઓછામાં ઓછા રૂ. 6.74 કલાકનો ટેરિફ છે.
અનિલ અંબાણી માટે રાહત
આ સોદા સાથે, રિલાયન્સ ગ્રુપ સોલાર-પ્લસ-સ્ટોરેજ સેગમેન્ટમાં સૌથી મોટા ખેલાડી તરીકે ઉભરી આવ્યું છે. કંપની પાસે હાલમાં ચાર ટેન્ડર વિચારણા હેઠળ છે. તેની કુલ ક્ષમતા 4 ગીગાવોટ પ્રતિ કલાક (GWp)થી વધુ સૌર ઉર્જા અને 6.5 ગીગાવોટ પ્રતિ કલાક (BESS) છે. કંપનીએ એક વર્ષથી ઓછા સમયમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. મની લોન્ડરિંગ અને લોન છેતરપિંડીના કેસોમાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલા અનિલ અંબાણી માટે, તેમની કંપની રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં સતત પ્રગતિ કરી રહી છે તે સમાચાર રાહતરૂપ છે.
રિલાયન્સ પાવરના બીજા ક્વાર્ટરના પરિણામો
રિલાયન્સ પાવરે 2025-26 નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 87 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. તેનાથી વિપરીત, કંપનીને ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 352 કરોડનું નુકસાન થયું હતું. કંપનીની કુલ આવક પણ ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ.1963 કરોડથી વધીને રૂ. 2067 કરોડ થઈ હતી.
આ પણ વાંચોઃ મોંઘવારીમાં રેકોર્ડ ઘટાડો થતા ડિસેમ્બરમાં RBI ઘટાડી શકે છે રેપોરેટ












