મનોરંજન

અનન્યા પાંડે અભિનેતા આદિત્ય રોય કપૂર સાથે ડ્રાઇવ પર જોવા મળી, તસવીરો થઇ વાયરલ

અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર છેલ્લા કેટલાક દિવસોથી લોકોમાં ચર્ચાનું કારણ બની રહ્યા છે. અભિનેત્રી અને અભિનેતા શનિવારે રાત્રે ડેટ પર ગયા હતા.જેની તસવીરો સામે આવી છે.આ દરમિયાન અનન્યા પાપારાઝીથી પોતાનો ચહેરો છુપાવતી જોવા મળી હતી.અનન્યા અને આદિત્ય રોય કપૂર શનિવારે ડેટ પર ગયા હતા. જ્યાં બંને પાપારાઝીના કેમેરામાં કેદ થયા હતા. આ દરમિયાન અનન્યા એક તસવીરમાં આદિત્ય રોય કપૂરને જોઈને હસતી જોવા મળે છે. જેની તસવીરો વાયરલ થઇ છે.

અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર તાજેતરમાં વેકેશન સેલિબ્રેટ કરીને સ્પેનથી પરત ફર્યા છે. ત્યાંથી સામે આવેલી બંનેની રોમેન્ટિક તસવીરોએ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો હતો.આ પહેલીવાર હતું જ્યારે કપલ ખુલ્લેઆમ રોમાન્સ કરતા જોવા મળ્યું હતું. આ વેકેશનમાં કપલે 10-15 દિવસ એકબીજા સાથે વિતાવ્યા હતા. આદિત્ય અનન્યાને ગળે લગાડતો હોય તેવી તસવીરો સામે આવી છે. બંનેની જોડીને ચાહકો પસંદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર પહેલીવાર દિવાળી પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. ત્યારથી તેમના સંબંધોના સમાચાર આવ્યા હતા. આ પછી આ કપલ અનેક પ્રસંગોએ સાથે જોવા મળ્યું હતું.

આ પણ વાંચો : અભિષેક-ઐશ્વર્યા રાય સાથે એરપોર્ટ પર દેખાઈ આરાધ્યા, આરાધ્યાને ટ્રોલ કરતા યુઝર્સે કહ્યું…

Back to top button