અનંત અંબાની બાગેશ્વર ધામ પહોંચ્યા, ધીરેન્દ્ર શાસ્ત્રીએ કરાવ્યા દિવ્ય દર્શન

Anant Ambani reached Bageshwar Dham : દેશના જાણીતા ઉદ્યોગપતિ અનંત અંબાની શુક્રવારે બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. અહીં તેમણે બાગેશ્વર બાલાજીના દર્શન કરીને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન તેમણે યજ્ઞ-હવનમાં ભાગ લીધો હતો તેમજ 11 કન્યાઓનું વિધિવત પૂજન કરીને તેમને દક્ષિણાનું દાન પણ આપ્યું હતું.
બાગેશ્વર ધામ પહોંચતા જ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા અનંત અંબાનીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાગેશ્વર સરકારએ તેમને મુદગર, બાલાજીની રુદ્રાક્ષ માળા અને અંગવસ્ત્ર અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. ત્યારબાદ તેમને શ્રી બાગેશ્વર બાલાજી ભગવાન, સંન્યાસી બાબા અને પ્રેતરાજ સરકારના પવિત્ર દર્શન કરાવવામાં આવ્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પ્રસંગે અનંત અંબાનીએ બાગેશ્વર બાલાજીના ચરણોમાં અર્જી લગાવી હતી. ત્યારબાદ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને અનંત અંબાનીએ સાથે મળીને આરતી કરી અને દેશના કલ્યાણ, ધર્મ તથા જનહિત માટે પ્રાર્થના કરી હતી.
બંને યજ્ઞશાળામાં પણ પહોંચ્યા હતા, જ્યાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પવિત્ર અગ્નિમાં આહુતિ અર્પણ કરવામાં આવી હતી. વારાણસીથી આવેલા વિદ્વાન બ્રાહ્મણોનું સન્માન કરવામાં આવ્યું હતું અને અનંત અંબાનીએ તેમનું આશીર્વાદ પણ મેળવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય અને આધ્યાત્મિક બન્યું હતું. મોટી સંખ્યામાં હાજર ભક્તોએ આ વિશેષ ક્ષણોના સાક્ષી બની ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો અનોખો અનુભવ કર્યો હતો.
આ અવસરે બાગેશ્વર સરકારએ અનંત અંબાનીને ભગવાન બાલાજીની તસવીર, રુદ્રાક્ષની માળા અને સ્મૃતિચિહ્ન રૂપે મુદગર ભેટ આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ભક્તિ, પરંપરા અને ભારતીય સંસ્કૃતિની સુંદર ઝલક જોવા મળી હતી.
આ પણ વાંચો : 4 જુલાઈએ શુક્ર અને કેતુનો મહાસંયોગ, આ રાશિઓ માટે સુવર્ણ યુગની થશે શરૂઆત












