ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અમૂલ બાદ મધર ડેરીએ પણ વધાર્યા દૂધના ભાવ, જાણો કેટલો વધારો થયો, નવી દરો કાલથી લાગુ થશે

Milk price hike: સામાન્ય માણસને મોંઘવારીએ વધુ એક ફટકો માર્યો છે. અમૂલ બાદ મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. બંને કંપનીઓએ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 સુધીનો વધારો કર્યો છે. વધેલા ભાવ ગુરુવાર, 14 મેથી લાગુ થશે.

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારેલી કિંમત અમૂલ દૂધના તમામ વેરિઅન્ટ્સ પર લાગુ થશે, જેમાં અમૂલ સ્ટાન્ડર્ડ મિલ્ક, ભેંસનું દૂધ, ગોલ્ડ, સ્લિમ એન્ડ ટ્રિમ, ટી-સ્પેશિયલ, તાજા અને ગાયનું દૂધ સામેલ છે. અમૂલે સમગ્ર ભારતમાં દૂધના ભાવ વધાર્યા છે. નવી કિંમતો 14 મે થી લાગુ થશે. એટલે કે ગુરુવારથી અમૂલનું 1 લિટરનું પેકેટ 2 રૂપિયા મોંઘું મળશે.

મધર ડેરીએ પણ ભાવ વધાર્યા

અમુલ બાદ, મધર ડેરીએ પણ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 નો વધારો કર્યો છે. આ વધેલા ભાવ પણ ગુરુવારથી અમલમાં આવશે. મધર ડેરીએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં ખેડૂતો પાસેથી દૂધ ખરીદીના ભાવમાં વધારો થયો હોવા છતાં તેનો ભાર ગ્રાહકો પર લાદવામાં આવ્યો ન હતો. કંપનીએ જણાવ્યું કે ભાવ વધારો ઉત્પાદન ખર્ચમાં વધારો થવાને કારણે થયો છે.

દૂધ ખરીદવું કેટલું મોંઘુ થશે?

અમૂલે તેના તમામ દૂધ ઉત્પાદનોના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. અત્યાર સુધી, અમુલનું ફુલ-ક્રીમ દૂધ 68 રૂપિયા પ્રતિ લિટરમાં મળતું હતું. ગુરુવારથી, તે 70 રૂપિયામાં મળશે.

2025માં વધ્યા હતા ભાવ

અમૂલે છેલ્લે મે 2025માં દૂધના ભાવમાં વધારો કર્યો હતો. ત્યારે પણ પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. કંપનીએ તે સમયે દલીલ કરી હતી કે વધતા ખર્ચ અને ખેડૂતોને વધુ ચુકવણી કરવાના કારણે ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ‘પેટ્રોલ-ડીઝલ થશે મોંઘું’, હવે RBI ગવર્નરે આપ્યા સંકેત… ગઈકાલે મંત્રીનું નિવેદન આવ્યું હતું

Back to top button