ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

POK પર કબજો કરે ભારત, પાકિસ્તાની નાગરિકો કરવા લાગ્યા માગ, શહબાઝ સરકાર ફસાઈ

POK, 26 એપ્રિલ 2025: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા પર ન ફક્ત ભારતમાં ગુસ્સો છે, પણ પાકિસ્તાનમાં પણ એક વર્ગ એવો છે અને તે હિન્દુસ્તાન પાસે માગ કરી રહ્યો છે કે તે પાક અધિકૃત કશ્મીર એટલે કે પીઓકે પર કબજો કરે અને ત્યાંના આતંકને ખતમ કરે. આ દરમ્યાન ભારતે પાડોશી પર કડકાઈથી એક્શન લેતા સિંધુ જળ કરાર સ્થગિત કરી દીધો છે, જેનાથી પાકિસ્તાન સરકારમાં ફફડાટ છે. ભારત અને પાકિસ્તાનમાં વધતા તણાવની વચ્ચે પાકિસ્તાની સંસદના ઉપલા સદન સેનેટે શુક્રવારે એક પ્રસ્તાવ પાસ કરી ભારતના આરોપોને ફગાવી દીધા, પણ ત્યાંના લોકો હવે શહબાઝ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે.

હકીકતમાં જોઈએ તો, પીઓકેના રાજકીય કાર્યકર્તા અમજદ અયુબ મિર્ઝાએ કહ્યું છે કે પ્રવાસીઓ પર હુમલો કરીને, પાકિસ્તાની આતંકવાદીઓએ કાશ્મીરની અર્થવ્યવસ્થા પર હુમલો કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે કાશ્મીરની પ્રગતિ જોઈને પાકિસ્તાની શાસકો ચિંતિત થઈ ગયા છે. તેમને એ વાત ગમતી ન હતી કે કાશ્મીરની બીજી બાજુ શાંતિ છે. ત્યાં રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે, પુલ બનાવવામાં આવી રહ્યા છે. ત્યાંની અર્થવ્યવસ્થા મજબૂત થઈ રહી છે. લદ્દાખમાં પણ વિકાસ થઈ રહ્યો છે. તે આ વાત પચાવી શકતા નથી.

પાકિસ્તાન કાશ્મીરની પ્રગતિથી ઈર્ષ્યા કરતું હતું

મિર્ઝાએ કહ્યું કે કાશ્મીર પ્રગતિ કરી રહ્યું હતું પરંતુ પીઓકેની અંદર ગરીબી હતી. ત્યાંના લોકોને ૧૪-૧૪ મહિનાથી પગાર નથી મળી રહ્યો, તેથી અહીં ભારે રોષ છે અને લોકો પોતાના બાળકો સાથે આત્મહત્યા કરવાની ધમકી આપી રહ્યા છે. તેમણે કહ્યું કે આ જ કારણ છે કે પાકિસ્તાની શાસકોએ કાશ્મીરના અર્થતંત્ર પર આ હુમલાઓ કર્યા છે. મિર્ઝાએ કહ્યું, “હવે સમય આવી ગયો છે કે ભારત PoK અને PoK બંનેને પોતાના હાથમાં લે અને તેમના પર કબજો કરે. આ આ રોગનો કાયમી ઈલાજ હશે.”

…તો ભારત ગમે ત્યારે PoKમાં પ્રવેશી શકે છે

તેમણે ભારત સરકાર દ્વારા શિમલા કરારને સ્થગિત કરવાના પગલા સામે પાકિસ્તાન સરકાર દ્વારા લેવામાં આવેલા પગલા પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આમ કરીને પાકિસ્તાને પોતાના પગમાં કુહાડો માર્યો છે કારણ કે આનો અર્થ એ છે કે હવે નિયંત્રણ રેખા (LoC) સમાપ્ત થઈ ગઈ છે અને પાકિસ્તાન ફરીથી યુદ્ધવિરામ રેખા પર આવી ગયું છે. આનો અર્થ એ થયો કે ભારત જ્યારે ઇચ્છે ત્યારે PoKમાં પ્રવેશ કરી શકે છે.

આ પણ વાંચો: પાકિસ્તાનને UNમાંથી પણ લાગ્યો ઝટકો, શક્તિશાળી દેશોનું ભારતને મળ્યું સમર્થન

Back to top button