અમેઠીની ઇન્દિરા ગાંધી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીનીનો મૃતદેહ મળતા હોબાળો: પરિવારે લગાવ્યો હત્યાનો ગંભીર આરોપ
Amethi Nursing Student Found Death: અમેઠીના મુન્શીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જાણીતી ઇન્દિરા ગાંધી નર્સિંગ કોલેજના હોસ્ટેલ રૂમમાંથી એક નર્સિંગ વિદ્યાર્થીનીનો મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. મૃતક વિદ્યાર્થીની JNM ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. ઘટનાની જાણ થતાં જ કોલેજ કેમ્પસમાં ભારે હોબાળો મચી ગયો હતો અને પોલીસ તથા ફોરેન્સિક ટીમે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.
રક્ષાબંધનના દિવસે જ સર્જાઈ કરૂણાંતિકા
મૃતક વિદ્યાર્થીનીની ઓળખ સુલ્તાનપુર જિલ્લાના બલદિરાઈ વિસ્તારના સાદિબુલ્લા ગામની રહેવાસી દીપ્તિ યાદવ તરીકે થઈ છે. દીપ્તિ નર્સિંગના ત્રીજા વર્ષની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. 28 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવારની સવારે દીપ્તિએ તેના માતા-પિતા સાથે ફોન પર સામાન્ય વાતચીત કરી હતી. પરિવારના જણાવ્યા અનુસાર, વાતચીત દરમિયાન દીપ્તિ ખુશ હતી અને તે કોઈ માનસિક દબાણ કે મુશ્કેલીમાં હોય તેવું બિલકુલ લાગતું નહોતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
રૂમમાં પંખા સાથે દુપટ્ટાથી લટકતો મળ્યો મૃતદેહ
સવારે વાતચીત થયાના થોડા જ કલાકો બાદ હોસ્ટેલમાં સાથે રહેતી અન્ય વિદ્યાર્થીનીઓને કોઈ અવાજ ન આવતાં શંકા ગઈ હતી. તેમણે તાત્કાલિક હોસ્ટેલ વોર્ડનને જાણ કરી હતી. જ્યારે રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને સહુ સ્તબ્ધ થઈ ગયા હતા. દીપ્તિનો મૃતદેહ છતના પંખા સાથે દુપટ્ટા વડે લટકતો હતો. બનાવની માહિતી મળતાં જ મુન્શીગંજ પોલીસ અને ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પહોંચી પુરાવા એકત્ર કર્યા હતા અને મૃતદેહને કબ્જે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પરિવારનો હત્યાનો આરોપ અને પોલીસની ઉતાવળ સામે વિરોધ
આ ઘટનાથી આઘાત પામેલા દીપ્તિના પરિવારે આપઘાતના દાવાને સખત શબ્દોમાં નકારી કાઢ્યો છે અને દીપ્તિની હત્યા કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. દીપ્તિના પિતા કુંવર બખ્શ યાદવ અને માતા સુનીતાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમારી પુત્રીની હત્યા કરીને તેના મૃતદેહને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો છે. પોલીસ પરિવારના પહોંચતા પહેલાં જ ઉતાવળે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ ગઈ અને અમને અમારી પુત્રીનો ચહેરો જોવાની પણ મંજૂરી આપવામાં આવી નહોતી.” પરિવારે સમગ્ર મામલાની નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પોલીસ તપાસ અને કાનૂની કાર્યવાહી ચાલુ
બીજી તરફ, સમગ્ર મામલે જિલ્લા પોલીસ અધિક્ષક અખિલેશ વર્માએ જણાવ્યું હતું કે મુન્શીગંજ સ્થિત નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીએ આ[ઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. ઘટનાસ્થળેથી જરૂરી ફોરેન્સિક પુરાવા એકત્રિત કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલમાં પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: ખંડવા સ્ટેશન પર હંગામો : મંગલા એક્સપ્રેસ ટ્રેનમાં 20 બાળકોની તબિયત અચાનક લથડી











