અમેરિકી પ્રમુખ ટ્રમ્પના દેશનિકાલના આદેશ સાથે સુપ્રીમ કોર્ટ સંમત

વોશિંગ્ટન, 25 જૂન, 2025: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા જ અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકો પર કોરડો વીંઝ્યો હતો, જેમાં ઘણા ભારતીયોનો પણ સમાવેશ થાય છે. જોકે ટ્રમ્પના આ આદેશનો મોટા પાયે વિરોધ થયો હતો. જેમાં અગાઉ બોસ્ટનના ડીસ્ટ્રીક્ટ જજ બ્રિયાન મર્ફીએ ટ્રમ્પના આ હુકમ પર એમ કહીને મનાઇહુકમ ફરમાવ્યો હતો કે તે વસાહતીઓ ભલે ગેરકાયદે હોય પરંતુ તેમને બચાવ કરવાનો અધિકાર તો છે જ. જોકે તાજા ઘટનાક્રમમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે બોસ્ટન કોર્ટના હુકમનો અસ્વીકાર કરીને ટ્રમ્પ તંત્રના આદેશને માન્ય રાખ્યો હતો. નોંધનીય છે કે આ હુકમ બહુમતીથી લેવામાં આવ્યો હતો.
સૂપ્રીમના આ હુકમ બાદ ડીપાર્ટમેન્ટ ઓફ હોમ લેન્ડ સિક્યુરિટીનાં પ્રવકતા ટ્રિશિયા મેક લોઘીંગે કહ્યું હતું કે, હવે ગેરકાયદે આવેલાઓને તુર્ત જ તેમના દેશમાં મોકલવાની કાર્યવાહી શરૂ થઈ જશે. સર્વોચ્ચ અદાલતની બેન્ચમાં રહેલા જસ્ટિસ સોનિયા સોટોમેયર તથા બીજા કેટલાક જજે બોસ્ટન કોર્ટના ચુકાદાને સ્વીકાર્ય ગણ્યો હતો, પરંતુ આખરે બહુમતી નિર્ણય જ માન્ય રખાયો.
આ ચૂકાદાને આવકારતાં કેટલાક તજ્જ્ઞાોએ કહ્યું હતું કે, ‘કોઈપણ દેશ ગેરકાયદે વસાહતીઓને ચલાવી જ ન લે.’ માટે ટ્રમ્પ તંત્રનો તે હુકમ યોગ્ય જ છે. અમેરિકાના ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના પ્રવકતા ટ્રિશિયા મેકબોદીને સુપ્રીમ કોર્ટના આ હુકમને દેશની સલામતી અને દેશના લોકોની સલામતી માટેના વિજયરૂપ ગણાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અગાઉ સુદાનના લોકોને લઈ તેમનાં દેશમાં લઈ જતું વિમાન જીબુટીમાં ઉતારી દેવું પડયું હતું કારણ બોસ્ટન કોર્ટનો ચુકાદો હતો તે બધાને કદાચ યુ.એસ. પાછા પણ લઈ જવા પડે તે હેતુથી વિમાન જીબુટીમાં રખાયું હતું. ગરીબ સુદાનના લોકોને સ્ટીમરોનાં લોખંડનાં કન્ટેનર્સમાં રાખવામાં આવ્યા જેમાં આગ ઝરતી ગરમીમાં તેઓ લગભગ શેકાઈ ગયા હતા ત્યાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તેમને દક્ષિણ સુદાન લઈ જવાયા. આ ગેરકાયદે વસાહતીઓમાં સૌથી વધુ ગેરકાયદે વસાહતીઓ મેક્સિકો, મ્યાનમાર, વિયેતનામ અને ક્યુબામાંથી તેમજ વેનેઝૂએલામાંથી પણ આવ્યા હતા.
આ પૈકી મોટાભાગના તો નાની મોટી ચોરી-ચપાટી કરવામાં વ્યસ્ત રહેતા હતા. વેનેઝૂએલાથી આવી વસેલાઓ પૈકીના તો કેટલાક ‘ગેંગ મેમ્બર્સ’ હતા. આ ઉપરથી ટ્રમ્પ વહીવટીતંત્રના તે (ગેરકાયદે વસાહતીઓ અંગેના) હુકમને યોગ્ય જ ગણે છે.
આ ચૂકાદાને આવકારતાં કેટલાક નિષ્ણાતોએ જણાવ્યુ હતું કે, ‘કોઈપણ દેશ ગેરકાયદે વસાહતીઓને ચલાવી જ ન લે.’ માટે ટ્રમ્પ તંત્રનો તે હુકમ યોગ્ય જ છે. અમેરિકાના ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના પ્રવકતા ટ્રિશિયા મેકબોદીને સુપ્રીમ કોર્ટના આ હુકમને દેશની સલામતી અને દેશના લોકોની સલામતી માટે વિજય ગણાવ્યો હતો.
આ પણ વાંચોઃ ક્યારે છે રક્ષાબંધનનો તહેવાર, જાણો શુભ મુહૂર્ત, યોગ અને ભદ્રા કાળનો સમય












