ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલ

અમરનાથ યાત્રાઃ 6000 કરતાં વધુ યાત્રાળુઓની દસમી ટુકડી ગુફા તરફ રવાના

Text To Speech

જમ્મુ-કાશ્મીર, 7 જુલાઈ: દક્ષિણ કાશ્મીર હિમાલયમાં આવેલ અમરનાથ ગુફા મંદિર માટે 6,000 થી વધુ શ્રદ્ધાળુઓનોની દસમી ટુકડી રવિવારે વહેલી સવારે જમ્મુથી રવાના થઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. જમ્મુ ભગવતી નગર બેઝ કેમ્પથી 238 વાહનોના બે કાફલામાં 6,145 શ્રદ્ધાળુઓનો દસમો સમૂહ અમરનાથ યાત્રા માટે રવાના થયો હતો. એકસો પંદર વાહનોના પ્રથમ કાફલામાં 2,697 યાત્રાળુઓ છે. તે ગાંદરબલ જિલ્લાના બાલટાલ બેઝ કેમ્પ માટે લગભગ 3:10 વાગ્યે રવાના થયા હતા, જ્યારે 123 વાહનોનો બીજો કાફલો 3,448 યાત્રાળુઓ સાથે અનંતનાગ જિલ્લાના પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના થયા હતા.

અમરનાથ યાત્રા ક્યારે પુર્ણ થશે?

તીર્થયાત્રા 29 જૂનના રોજ અનંતનાગમાં 48 કિમીના નુનાવાન-પહલગામ રૂટ અને ગાંદરબલમાં બાલટાલ રૂટ દ્વારા શરૂ થઈ હતી અને 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. અત્યાર સુધીમાં 3,880 મીટરની ઉંચાઈ પર આવેલી અમરનાથ ગુફામાં 1.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે. આ પહેલા અમરનાથ ગુફામાં વધતી ગરમીના કારણે શિવલિંગ પીગળવાના સમાચાર હતા. આવી સ્થિતિમાં ખરાબ હવામાન અને શિવલિંગ પીગળવાને કારણે ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરી શક્યા ન હતા. આ સમયગાળા દરમિયાન બાલતાલ અને પહેલગામ બંને રૂટ પરથી અમરનાથ યાત્રા મોકૂફ રાખવામાં આવી છે.

અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

આ વર્ષે અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે. આ યાત્રા 19 ઓગસ્ટ સુધી ચાલશે. યાત્રાના પ્રથમ સપ્તાહમાં જ રેકોર્ડ 1.51 લાખ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. પરંતુ પવિત્ર ગુફામાં બરફનું શિવલિંગ સંપૂર્ણપણે પીગળી જતાં નવા અમરનાથ યાત્રિકો નિરાશ થયા હતા. આ કારણોસર યાત્રિકોને દર્શન કરવા દેવામાં આવ્યા ન હતા. અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લા એક સપ્તાહ દરમિયાન ભારે ગરમીના કારણે બરફ પીગળવાની પ્રક્રિયા ઝડપી બની છે. આવું 2008 પછી પહેલીવાર જોવા મળ્યું છે.

આ પણ વાંચો: ભગવાન જગન્નાથની રથયાત્રા આજથી શરૂ: 53 વર્ષ બાદ પુરીમાં પહેલીવાર નીકળશે બે દિવસીય યાત્રા

Back to top button