પતિની હત્યા કરી ડ્રમમાં ભરી દેનારી પત્ની તેના બોયફ્રેન્ડ સાથે ઝડપાઈ ગઈ

રાજસ્થાન: અલવરમાં પતિની હત્યા કરી વાદળી ડ્રમમાં ભરીને ફરાર થયેલી મહિલાની પોલીસે ધરપકડ કરી છે. તે ઘણા દિવસોથી તેના બાળકો સાથે ફરાર હતી. આ પરિવાર અલવરમાં ભાડાના મકાનમાં રહેતો હતો. છતમાંથી અચાનક તીવ્ર ગંધ આવતા પોલીસને બોલાવવામાં આવી ત્યારે ડ્રમમાં મૃતદેહ મળી આવ્યો હતો.
મૃતકની પત્ની સાથે મકાનમાલિકનો દીકરો પણ ફરાર હતો. આવી સ્થિતિમાં, એવી શંકા હતી કે બંને એકસાથે ફરાર થઈ ગયા હતા. હવે પોલીસે મહિલાને તેના બોયફ્રેન્ડ સાથે ધરપકડ કરી છે.
અહીં ઉલ્લેખનિય છે કે, મૃતક વ્યક્તિ ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો. તે કામની શોધમાં અલવર આવ્યો હતો. અહીં તેની પત્નીને મકાનમાલિકના દીકરા સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને ઘણા દિવસોથી ફરાર હતા. હવે પોલીસને આ કેસમાં સફળતા મળી છે. બંનેને પોલીસે ખૈરથલ-તિજારા જિલ્લામાંથી ધરપકડ કરી છે.
💔 नीला ड्रम, खोया परिवार
अलवर में हंसराज की मौत, पत्नी और बच्चों समेत मकान मालिक का बेटा फरार। पुलिस जांच में।#Alwar #BlueDrumMystery #CrimeAlert #Rajasthan pic.twitter.com/BkfI5YYjVG— Tanweer hasan (@TanweerHen64147) August 18, 2025
પોલીસે જણાવ્યું હતું કે આરોપી સુનિતા અને જીતેન્દ્રની ધરપકડ કરવામાં આવી છે અને બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, મૃતક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. લાશને છત પર ડ્રમમાં રાખવામાં આવી હતી અને કપડાથી છુપાવવામાં આવી હતી. જોકે, થોડા દિવસો પછી, પડોશીઓએ તીવ્ર ગંધ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી.
જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ડ્રમ ખોલ્યું ત્યારે તેમાં શાહજહાંપુર જિલ્લાના રહેવાસી હંસરામનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે જણાવ્યું કે ડ્રમમાં મીઠું પણ ઉમેરવામાં આવ્યું હતું જેથી શરીર ઝડપથી સડી જાય. હંસરામ ઈંટના ભઠ્ઠામાં કામ કરતો હતો અને દારૂ પીવાનો વ્યસની હતો.
હત્યા બાદ પત્ની સુનિતા તેના ત્રણ બાળકો સાથે ફરાર થઈ ગઈ હતી. મકાનમાલિકનો દીકરો પણ તેની સાથે ફરાર થઈ ગયો હતો. પોલીસે શરૂઆતથી જ અનુમાન લગાવ્યું હતું કે બંને એકસાથે ભાગી ગયા છે. આ પછી, તેમની શોધખોળ તેજ કરવામાં આવી હતી. હવે પોલીસને આમાં સફળતા મળી છે અને બંનેની પૂછપરછ ચાલી રહી છે.
આ પણ વાંચો: રાધાકૃષ્ણનજીનું સમર્થન કરો: પીએમ મોદીએ વિપક્ષને કરી અપીલ, NDAના સાંસદો સાથે પરિચય કરાવ્યો












