ટ્રેન્ડિંગધર્મનેશનલ

અક્ષય તૃતીયા 2026: કાલે સોના-ચાંદીની ખરીદીનું મહામુહૂર્ત, જાણો પૂજાનો સમય અને શુકનવંતી વસ્તુઓની યાદી

અક્ષય તૃતીયા 2026: આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર 19 એપ્રિલ, રવિવારના રોજ દેશભરમાં ઉજવવામાં આવશે. જ્યોતિષશાસ્ત્રમાં આ દિવસને વર્ષનો સૌથી શ્રેષ્ઠ ‘અબૂઝ મુહૂર્ત’ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે કરેલું દાન અને ખરીદી ક્યારેય ક્ષય થતી નથી, એટલે કે તેનો પુણ્ય અને લાભ આજીવન મળે છે.

અક્ષય તૃતીયા ૨૦૨૬ની તિથિ અને મુહૂર્ત

દ્રિગ પંચાંગ અનુસાર, વૈશાખ શુક્લ તૃતીયા તિથિ 19 એપ્રિલના રોજ સવારે 10:45 વાગ્યાથી શરૂ થશે અને ૨૦ એપ્રિલના રોજ સવારે ૦૭:૪૯ વાગ્યે પૂર્ણ થશે. ઉદયા તિથિ મુજબ 19 એપ્રિલના રોજ તહેવાર ઉજવવો ઉચિત રહેશે.

સોના-ચાંદી ખરીદવાનું શુભ મુહૂર્ત

સોના-ચાંદીની ખરીદી માટેનું શુભ મુહૂર્ત 19 એપ્રિલે સવારે 10:49 વાગ્યાથી શરૂ થશે જે આખો દિવસ ચાલુ રહેશે. આ ઉપરાંત ચોઘડિયા મુજબ પણ ખરીદી કરી શકાય છે:

સવારે (ચર, લાભ, અમૃત): 10:49 થી 12:20 સુધી

બપોરે (શુભ): 01:58 થી 03:35 સુધી

સાંજે (શુભ, અમૃત, ચર): 06:49 થી રાત્રે 10:57 સુધી

પૂજાનો સમય

મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા માટેનો શ્રેષ્ઠ સમય ૧૯ એપ્રિલે સાંજે ૬:૪૯ થી રાત્રે ૧૦:૫૭ વાગ્યા સુધી રહેશે. જો તમે ઓફિસ કે કાર્યસ્થળ પર પૂજા કરવા માંગતા હોવ તો સાંજે ૦૫:૫૦ થી રાત્રે ૦૮:૦૬ સુધીનો સમય ઉત્તમ છે.

જો સોનું ન ખરીદી શકાય તો શું લાવવું?

સોના-ચાંદીના વધતા ભાવને કારણે જો ખરીદી શક્ય ન હોય, તો જ્યોતિષીઓ જણાવે છે કે આ દિવસે નીચે મુજબની વસ્તુઓ લાવવી પણ અત્યંત શુભ ગણાય છે:

ધાણા (આખા), જવ, પીતળ કે તાંબાના વાસણ.

માટીનું માટલું અથવા ઘડો અને હળદરના ગાંઠિયા.

DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી humdekhenge.in રહેશે નહીં. આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Akshaya Tritiya 2026: અખાત્રીજ ક્યારે છે, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

આ પણ વાંચોઃ Char Dham Yatra: ચારધામ યાત્રા શરૂ, આવતીકાલે ગંગોત્રી-યમુનોત્રી તીર્થોના ખુલશે કપાટ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button