અજય દેવગનનો એક નવો એક્શન ધમાકો: ‘સન ઓફ સરદાર 2’ ની રિલીઝ ડેટ જાહેર

મુંબઈ, ૧૯ જૂન ૨૦૨૫: બોલીવુડ અભિનેતા અજય દેવગન આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ ‘સન ઓફ સરદાર 2’ માટે સમાચારમાં છે. ફિલ્મમાં મૃણાલ ઠાકુર અજય સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ દરમિયાન, અભિનેતાએ ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરી છે.
અજય દેવગણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ‘સન ઓફ સરદાર 2’નું પહેલું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરની સાથે જ અભિનેતાએ રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. પોસ્ટર પર ચાહકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
પોસ્ટરમાં અજય પાઘડી પહેરેલો જોવા મળે છે અને તે મૂછો ફેરવતો અને બે તોપો પર ઊભો રહેલો જોવા મળે છે. આ સાથે, કેપ્શનમાં તેણે જણાવ્યું કે આ ફિલ્મ 25 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. પોસ્ટર પર યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
સન ઓફ સરદાર 2’ એ વર્ષ 2012 માં રિલીઝ થયેલી ફિલ્મની સિક્વલ છે. આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા અજય દેવગન સાથે જોવા મળી હતી. જ્યારે ‘સન ઓફ સરદાર 2’ ની જાહેરાત વર્ષ 2024 માં કરવામાં આવી હતી. અજય, મૃણાલ ઠાકુર ઉપરાંત, તેમાં ચંકી પાંડે અને દીપક ડોબરિયાલ પણ છે.












