ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ લાગશે, જાણો શું થશે લોકોને ફાયદો

  • સિસ્ટમ ધરાવનાર દેશના 6 શહેરોમાં અમદાવાદનો સમાવેશ
  • અમદાવાદને આગામી છ મહિનામાં આ સિસ્ટમ મળશે
  • પ્રદૂષણની થનારી માઠી અસર અંગે શહેરીજનોને જાણ કરી શકશે

અમદાવાદમાં એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ લાગશે. જેમાં આગામી છ મહિનામાં અમદાવાદમાં એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ ગોઠવાશે. પવનની દિશાના આધારે પ્રદૂષણની માઠી અસર અંગે શહેરીજનોને જાણ થઈ શકશે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં હવા કેટલી પ્રદૂષિત છે તે અંગે આગાહી કરી શકાશે. તેમજ મુંબઈ અને પુણેમાં, સિસ્ટમ ઑક્ટોબર, 2023માં કાર્યરત થઈ જશે.

આ પણ વાંચો: ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 104 % જેટલો વરસાદ, જાણો 100 % કયા વિસ્તારમાં પડ્યો 

એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ ધરાવનાર દેશના 6 શહેરોમાં અમદાવાદનો સમાવેશ

એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ અને ડિસિઝન સપોર્ટ સિસ્ટમ (AQEWS-DSS) ધરાવનાર દેશના 6 શહેરોમાં અમદાવાદનો સમાવેશ થશે. અમદાવાદને આગામી છ મહિનામાં આ સિસ્ટમ મળશે. જેના પરિણામે સુપર-કમ્પ્યુટરનો ઉપયોગ કરીને રીઅલ-ટાઇમ ડેટાના આધારે આગામી 3 દિવસ માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં હવા કેટલી પ્રદૂષિત છે તે અંગે આગાહી કરવામાં AMCને મદદ કરશે. મુંબઈ અને પુણેમાં, સિસ્ટમ ઑક્ટોબર, 2023માં કાર્યરત થઈ જશે જ્યારે અમદાવાદ અને ભુવનેશ્વરને માર્ચ 2024 સુધીમાં તેમની અર્લી વૉર્નિંગ સિસ્ટમ્સ મળશે.

આ પણ વાંચો: ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી, જાણો કયા ખાબકશે મેઘો 

પ્રદૂષણની થનારી માઠી અસર અંગે શહેરીજનોને જાણ કરી શકશે

આ સિસ્ટમ AMCને શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રદૂષકોના પ્રકારો (PM 2.5, PM 10, NOx, CO, SO2) અને પ્રદૂષકોના મૂળ (વાહનો, ઉદ્યોગો)ને નક્કી કરવામાં પણ મદદ કરશે. આ સિસ્ટમને આધારે AMC પવનની દિશાના આધારે પ્રદૂષણની થનારી માઠી અસર અંગે શહેરીજનોને જાણ કરી શકશે. ઑક્ટોબર 2018માં પાટનગર નવી દિલ્હીમાં ગંભીર એર પોલ્યુશનને કારણે સૌપ્રથમ ચેતવણી પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોવિડ રોગચાળા દરમિયાન તેનું મહત્વ ઘટી ગયું હતું. જો કે, હવે તેને પુનર્જીવિત કરવામાં આવી રહ્યું છે અને અમદાવાદ, મુંબઈ, પુણે, બેંગલુરુ અને ભુવનેશ્વર સહિત અન્ય પાંચ શહેરોને સિસ્ટમ મળશે.મુંબઈ અને પુણેમાં, સિસ્ટમ ઑક્ટોબર, 2023માં કાર્યરત થઈ જશે જ્યારે અમદાવાદ અને ભુવનેશ્વરને માર્ચ 2024 સુધીમાં તેમની અર્લી વૉર્નિંગ સિસ્ટમ્સ મળશે. આ અર્લી વૉર્નિંગ સિસ્ટમ એ સિસ્ટમમાંથી નોંધપાત્ર અપગ્રેડ છે.

Back to top button