ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

એર ઇન્ડિયા તેમજ એર ઇન્ડિયા એક્સપ્રેસને રૂ. 9,568 કરોડનું નુકસાન

નવી દિલ્હી, 22 ઓગસ્ટ, 2025: નાગરિક ઉડ્ડયન મંત્રાલયના આંકડાઓ અનુસાર એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસને માર્ચ 2025ના રોજ સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષના અંતે કુલ મળીને રૂ. 9568.4 કરોડનું નુકસાન થયુ છે. પાછલા વર્ષમા અકાસા એર અને સ્પાઇસજેટે કરપૂર્વે અનુક્રમે રૂ. 1,983.4 કરોડ અને રૂ. 58.1 કરોડની ખોટ કરી હતી. જ્યારે ઇન્ડિગોએ કરપૂર્વે રૂ. 7,587.5 કરોડનો નફો થયો હતો. નાગરિક ઉડ્ડયન મુરીલીધર મોહોલે ગુરુવારે લોકસભામાં એક લેખિત ઉત્તરમાં આ આંકડા શેર કર્યા હતા. જોકે આ આંકડાઓ કામચલાઉ છે.

ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાએ કરવેરા પહેલાં રૂ. 3,890.2 કરોડનું નુકસાન નોંધાવ્યું હતું, જ્યારે તેની લો કોસ્ટ કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસ, જે લાંબા સમયથી નફામાં હતી, તેણે 2024-25માં રૂ. 5,678.2 કરોડનું નુકસાન નોંધાવ્યું હતું. ખોટ કરતી એર ઈન્ડિયા અને નફામાં રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસને જાન્યુઆરી 2022માં ટાટા ગ્રુપ દ્વારા હસ્તગત કરવામાં આવી હતી.

ડેટા અનુસાર, એર ઈન્ડિયાનું દેવું રૂ. 26.879.6 કરોડ હતું, જ્યારે ઈન્ડિગોનું દેવું રૂ. 67,088.4 કરોડ હતું. ડેટા અનુસાર, એર ઈન્ડિયા એક્સપ્રેસ, અકાસા એર અને સ્પાઈસ જેટનું દેવું અનુક્રમે રૂ. 617.5 કરોડ, રૂ. 78.5 કરોડ અને રૂ. 886 કરોડ હતું.

“માર્ચ 1994માં એર કોર્પોરેશન એક્ટ રદ થતાં ભારતીય સ્થાનિક ઉડ્ડયનને નિયંત્રણમુક્ત કરવામાં આવ્યું છે. સંસાધન એકત્રીકરણ અને દેવાનું પુનર્ગઠન સહિતના નાણાકીય અને કાર્યકારી નિર્ણયો સંબંધિત એરલાઇન્સ દ્વારા વ્યાપારી વિચારણાઓના આધારે સંચાલિત કરવામાં આવે છે,” એમ મોહોલે લેખિત જવાબમાં જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ અમેરિકી IT કંપની ભારતમાં કરશે 2.25 અબજ ડોલરનું રોકાણ 

Back to top button