અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદીઓ સાચવજો: અમદાવાદમાં 20 વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ, આંકડો પહોંચ્યો 9 પર

અમદાવાદ, 22 મે 2025: વિશ્વભરમાં ફરી એકવાર કોરોના વાઈરસનું સંક્રમણ વધતી જતી સ્થિતિ વચ્ચે ભારતના શહેરોમાં પણ નવા કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં કોરોના (Corona)નો વધુ એક કેસ નોંધાયો છે. 20 વર્ષની યુવતીને સોલા સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. શ્વાસની તકલીફ થતાં હાલ યુવતીને ઓક્સિજન હેઠળ રાખવામાં આવી છે. માહિતી મુજબ કોરોનાનાં 9 કેસ નોંધાયા છે. હોસ્પિટલમાં કોરોના (Corona)નાં દર્દીઓ માટે આઈસોલેશન વોર્ડ (Isolation Ward) તૈયાર કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. જેના પગલે શહેરનું તંત્ર સતર્ક થઈ ગયું છે. ઓક્સિજન અને દવાઓ સહિતની તમામ વ્યવસ્થાઓ પણ તાત્કાલિક ધોરણે તૈયાર કરવામાં આવી છે. દેશમાં સૌથી વધુ સક્રિય કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે. 2020 થી ગુજરાતમાં કોવિડના 12 લાખથી વધુ કેસ નોંધાયા છે. કોરોનાને કારણે કુલ 11101 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ભારતમાં કોરોના (Corona)ના સૌથી વધુ સક્રિય કેસ કેરળમાં છે. 95 કેસ સાથે કેરળ મોખરે છે. તમિલનાડુ 66 કેસ સાથે બીજા ક્રમે છે, મહારાષ્ટ્ર 56 કેસ સાથે ત્રીજા ક્રમે છે, કર્ણાટક 13 કેસ સાથે ચોથા ક્રમે છે અને પુડુચેરી 10 કેસ સાથે પાંચમા ક્રમે છે. કોરોનાના કેસોમાં વધારા પાછળ ઘણા કારણો છે. રસી દ્વારા શરીરમાં બનાવેલી રોગપ્રતિકારક શક્તિમાં ધીમે ધીમે ઘટાડો, મિશ્ર હવામાન વગેરે આ માટે જવાબદાર છે.

આ પણ વાંચો..વિદેશથી સોનું ખરીદીને લાવો છો ? તો ચેતી જજો: સરકારે લાગુ કરી દીધા આ નિયમ

Back to top button