અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

અમદાવાદઃ રેઇન ડાન્સ, પુલ પાર્ટી જેવા આયોજન સાથે યુવાધન જૂમ્યું; HD ન્યુઝ સાથે ખાસ વાતચીત

14 માર્ચ 2025 અમદાવાદ; ગુજરાત સહિત દેશભરમાં આજે એટલે કે 14 માર્ચ 2025 ના રોજ હોળી ધુળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ સહિત સુરત રાજકોટ વડોદરા જેવા મહાનગરોમાં યુવાનો આજે રંગે ચંગે રંગના પર્વે હિંડોળે ચડ્યા છે. ત્યારે અમદાવાદ શહેરના રાજપથ, ક્લબ કર્ણાવતી ક્લબ, ઓરિએન્ટ ક્લબ તેમજ અલગ અલગ ફાર્મ હાઉસ તેમજ પાર્ટી પ્લોટ્સમાં યુવાનોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ અલગ થીમ્સ પર હોળી ધુળેટીની ઉજવણી કરી હતી.

રાજપથ ક્લબમાં રશ્મીના પટેલ પરિવાર સાથે ઝૂમ્યા
રાજપથ ક્લબમાં રંગોના તાલે ઝૂમી રહેલા રશ્મિના પટેલે HD ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે સ્પેનના ફેસ્ટિવલ લા ટોમેટીનોની માફક સેલિબ્રેશન થઈ રહ્યું છે. જેમાં રેઇન ડાન્સ, ફુલ પાર્ટી જેવા આયોજન રાજપથ સહી તમામ પાર્ટી પ્લોટ તથા અલગ અલગ ફાર્મ હાઉસમાં આયોજકો તથા નાના મોટા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા દ્વારા કરવામાં આવ્યું છે. સાથે કર્ણાવતી ક્લબમાં લોકોએ પાણી અને ફીણ સાથે ડાન્સની મજા માણી હતી. અને આયોજકો દ્વારા આ વખતે સુંદર મજાનું આયોજન કર્યું છે તેવાં વખાણું કર્યા હતા.

ઓર્ગેનિક કલર સાથે ફોર્મનો ઉપયોગ કરાયો
અમદાવાદ શહેરના કેટલાક સ્થળો પર ઓર્ગેનિક કલરની સાથે સાથે ફોર્મનો ઉપયોગ કરીને પણ ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે 13 માર્ચ 2025ના રોજ ઠેર ઠેર સાંજે હોળીકા દહન અર્ચના પૂજન અને ભક્તિમય વાતાવરણ સાથે અમદાવાદીઓએ ઉજવ્યો હતો.

Back to top button