અમદાવાદ: 10 હજાર માટે વિકી ગેંગના સભ્યોએ યુવકને બેરહેમીથી લાતો, પટ્ટા વડે માર્યો; “exclusive video”

27 એપ્રિલ 2025 અમદાવાદ: શહેરમાં વસ્ત્રાલની ઘટના બાદ ફરી એકવાર મારામારીનો વિડીયો વાયરલ થતાં પોલીસ તંત્ર ઉપર સવાલ ઉભા થવા પામ્યા છે. માત્ર આ એક વિડીયો નહીં પરંતુ અવારનવાર દર બે- પાંચ દિવસે આવા સામાજિક તત્વો દ્વારા જાહેરમાં મારામારી હોય કે હથિયારો હોય, ગેરકાયદેસર પિસ્તોલ તથા ગન મળવાના મામલા હોય કે પછી દારૂ, જુગાર, ડ્રગ્સના મામલાઓ હોય તમામ મામલે હાલ અમદાવાદ જિલ્લામાં અગ્રેસર દેખાઈ રહ્યું છે. જોકે ગૃહ વિભાગ દ્વારા રાજ્યની સુરક્ષાને લઈને કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. પોલીસ કમિશનરની સૂચના મુજબ તમામ પોલીસ સ્ટેશનમાં પીઆઇ લેવલનાં અધિકારીઓ સતત 16 કલાક સુધી પોત પોતાના વિસ્તારમાં પોતાની ટીમો સાથે પેટ્રોલિંગ કરી રહ્યા છે. પરંતુ ગુનેગારો જાણે નથી સુધરવાનું, તેવું નક્કી જ કરી લીધું હોય અને પોલીસ અને ગૃહ વિભાગને બતાવી દેવા માંગતા હોય, તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.
માત્ર 10,000 માટે પટ્ટા વડે માર માર્યો
મળતી માહિતી મુજબ અમદાવાદની વિકી ગેંગ દ્વારા માત્ર 10,000 જેટલી રકમ માટે લાતો અને પટ્ટા વડે 5થી વધુ ઈસમોએ ભેગા થઈને અડધી કલાક સુધી સતત માર મારે છે. અને બેફામ ગાળો આપે છે. જે અમારી મર્યાદા મુજબ “exclusive video” માં અમે સંભળાવી શકતા નથી. ત્યારે પીડિત યુવક વારંવાર કહેતો સંભળાય છે કે “કલ સુબહ 10 બજે યહા પે પૈસે લાકે જમા કરા દૂંગા”
PIના 24 કલાકના પેટ્રોલિંગ બાદ પણ સ્થિતિ સુધરી નઈ
આ પ્રકારનો વિડીયો વાયરલ થતાં અમદાવાદ પોલીસ અને સરકાર ઉપર સવાલો ઉભા થવા પામ્યા છે. જાણે અસામાજિક તત્વોમાં પોલીસ અને સરકારનો કોઈપણ જાતનો ખોફ ન હોય અને કાયદા તથા શાસન વ્યવસ્થાની મજાક બનાવી દીધી હોય, કથડેલી કાયદો વ્યવસ્થા સુધારવા માટે પોલીસનાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન નીચે PI સહીતના પોલીસ કર્મચારીઓ અમદાવાદ શહેર અને જિલ્લામાં સતત 24 કલાક પેટ્રોલિંગ કરી રહ્યા છે. ત્યારે ફરી એકવાર આ પ્રકારનો વિડીયો વાયરલ થતા હવે અમદાવાદ પોલીસ કેવી રીતે કાર્યવાહી કરશે અથવા આવા અસામાજિક તત્વોને તત્વોને કઈ રીતે કાબુમાં કરશે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને, તેમજ શહેરમાં કાયદો અને શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કેવા પ્રયત્નો કરે છે તે જોવાનું મહત્વનું રહેશે.












