અમદાવાદ: ફોઈના દીકરાએ સગા મામાની દીકરીની આબરુ લૂંટી લીધી, મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ

અમદાવાદ: વેજલપુરમાં ફોઈના ઘરે રોકાવવા આવેલી 15 વર્ષીય સગીરા સાથે પિતરાઈ ભાઈએ ૩ વખત દુષ્કર્મ આચરીને મારી નાંખવાની ધમકીઓ આપી હતી. સગીરાને પેટમાં દુ:ખાવો થતાં તેણે પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આ અંગે પીડિતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નરાધમ પિતરાઈ ભાઈ, ફોઈ વિરૂદ્ધ દુષ્કર્મ વીથ પોક્સોની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને મેડિકલ ચેકઅપ કરવાની કામગીરી હાથધરી છે.
વટવામાં ૧૫ વર્ષીય સગીરા તેના પરિવારજનો સાથે રહે છે. તે ગત.ડિસેમ્બર મહિનામાં વેજલપુરમાં રહેતા ફોઈના દીકરાના લગ્ન હોવાથી તેમના ઘરે ગઈ હતી. લગ્ન બાદ માતા પિતાએ થોડા દિવસો ફોઈના ઘરે રોકાવવા સગીરાને કહ્યુ હતુ. જેથી સગીરા ત્યાં રોકાઇ હતી પરંતુ જે ફોઇના દીકરાના લગ્ન થયા તે એકલતાનો લાભ લઈને સગીરા સાથે શારીરિક અડપલા કરીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતો હતો. બે મહિના સગીરા ફોઇના ત્યાં રોકાઈ ત્યારે પિતરાઈ ભાઈએ સગીરા સાથે ૩ વખત દુષ્કર્મ આચર્યુ હતુ. જો કે, સગીરાની માતાના સંબંધીના ત્યાં લગ્નપ્રસંગ હોવાથી સગીરા, નરાધમની પત્ની અને ફોઇ ત્રણેય લગ્નપ્રસંગમાં ગયા હતા. જ્યાં લગ્નપ્રસંગ પૂર્ણ કરીને ભાભીએ ઘરે આવવા માટે સગીરાને કહ્યુ તો તેણે ના પાડી દીધી હતી.
આ પછી ફોઈએ તુ કેમ ઘરે આવવા માંગતી તેમ પૂછતા સગીરાએ કહ્યુ કે, તમારા દીકરાએ મારી સાથે દુષ્કર્મ આચર્યું છે અને તે શારીરિક અડપલા કરે છે. આ સાંભળીને ફોઈએ ગુસ્સે થઈને સગીરાને માર મારીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ પછી સગીરા, તેની માતા સાથે નાનીના ઘરે રોકાઇ હતી. જો કે, સગીરાને અચાનક જ પેટમાં દુઃખાવો થતાં તેણે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી ત્યારે સગીરાએ તેની માતાને જાણ કરી હતી. આ અંગે પીડિતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પિતરાઈ ભાઈ એવા નરાધમ સામે દુષ્કર્મ વીથ પોક્સોની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: દિલ્હીમાં નાની બાળકી સાથે હેવાનિયત: દુષ્કર્મ કરી પાપ છુપાવવા માટે સૂટકેસમાં ભરી દીધી, બાદમાં ન થવાની થઈ












