ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: સુભાષ બ્રિજને સંપૂર્ણ તોડી પાડવાનો નિર્ણય લેવાઈ શકે, નવા બ્રિજ માટે એપ્રિલ સુધી રાહ જોવી પડશે

અમદાવાદ: સૌથી ચર્ચાસ્પદ બનેલા સુભાષબ્રિજના ડિમોલીશનને લઈ આજે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. સુભાષ બ્રિજ ડેમેજ થયા બાદ તેના તમામ સ્પાન તોડીને નવો બ્રિજ બનાવવાનો હતો. પરંતુ બ્રિજ ખૂબ જ જૂનો હોવાથી ગર્ડર સાથે સ્પાનમાં પણ તિરાડ જોવા મળી રહી છે અને પિલ્લર ખૂબ જ જૂના થઈ ગયા હોવાથી તેને પણ તોડીને નવા બનાવવા જોઈએ તેવો કન્સલ્ટન્ટનો અભિપ્રાય આપવામાં આવ્યો હોવાથી પિલ્લરનું પણ ડિમોલીશન કરવામાં આવી શકે છે.

આજે સાંજે મ્યુનિસિપિલ કમિશનર અધિકારીઓ સાથે બેઠક કરી બ્રિજનું ડિમોલીશન કઈ રીતે કરવું તેને લઈ નિર્ણય લઈ શકે છે. નવો બ્રિજ બનતા હવે એપ્રિલ 2027 સુધી રાહ જોવી પડી શકે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્યની સૌથી મોટી અને 12,000 કરોડ રૂપિયાના બજેટ ધરાવનારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રની ઘોર બેદરકારીનો નમુનો સામે આવ્યો છે. સુભાષ બ્રિજમાં ખામીના કારણે બ્રિજને સંપૂર્ણપણે ડિમોલેશન કરવાની જગ્યાએ માત્ર સુપર સ્ટ્રક્ચર તોડવાનો નિર્ણય અગાઉથી લઈ લેવામાં આવ્યો હતો. પરંતુ હવે બ્રિજના ડિમોલીશનની પ્રક્રિયા દરમિયાન હયાત બ્રિજમાં પણ કેટલું નુકસાન થઈ શકે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બ્રિજના ગર્ડરમાં તિરાડો જોવા મળી છે. જે સ્થિતિમાં ડિમોલેશન કરવામાં આવી રહ્યો છે તેના કારણે બ્રિજને વધુ નુકસાન થઈ શકે જેથી કન્સલ્ટન્ટ દ્વારા હવે સંપૂર્ણપણે બ્રિજ તોડી પાડવો જોઈએ એવો અભિપ્રાય આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ફ્લાયઓવર પર પત્નીનો બર્થ ડે ઉજવ્યો, રેડ કાર્પેટ પાથરી તાયફા કર્યા, પોલીસે 14 લોકોની ધરપકડ કરી

Back to top button