અમદાવાદઆંતરરાષ્ટ્રીયઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાત

અમદાવાદ: અત્યાર સુધીમાં 318 જેટલા માનવ અંગો મળી આવ્યા, 222ની ઓળખ થઈ; જાણો પોલીસ કમિશનરે શું કહ્યું?

19 જૂન 2025 અમદાવાદ: 12 જુનના અમદાવાદ ખાતે એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ માલિકે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું હતું કે અત્યાર સુધીમાં ૩૧૮ જેટલા માનવ અંગો મળી આવ્યા છે અને 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. જ્યારે કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલમાંથી અંતિમ ક્ષણનો વિડીયો મળી શકશે. અત્યાર સુધી જેટલા પણ પ્લેનના પાર્ટ્સ મળ્યા છે તમામને ભેગા કરી રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી થોડાક દિવસોમાં શરૂ કરવામાં આવશે.

1:40એ પ્લેન ક્રેશ થયું, 1:50 સુધી હું પહોંચી ગયો: CP
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલીકે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે 318 જેટલા માનવ અંગો મળી આવતાની સાથે કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ મળતા તેને FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઇલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરે છે કે વિમાન ટેક ઓફ થયું અને ક્રેશ થયું તે સમયગાળા દરમિયાન કોઈ મોબાઇલમાં અંતિમનો વિડીયો રેકોર્ડ થયો છે કે નહીં એઆઇના ક્રેશ થયેલા પ્લેનને જે પાઠ મળ્યા છે તેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનું પણ નિર્ણય પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાર જૂને પ્લેન ક્રેશ દુર્ઘટના બની હતી જેમાં 242 કુલ મુસાફરો સવારી કરી રહ્યા હતા. બપોરે 1:40 પ્લેન ક્રેશ થયું, 1:42 વાગે પોલીસ કંટ્રોલને જાણ કરાય 1:44 વાગે મને જાણ થઈ 1:50વાગ્યા સુધી હું પહોંચી ગયો હતો. મારી સાથે ઘટના સ્થળ પર તમામ અધિકારીઓ જેમાં આર્મી એરફોર્સ પેરામિલેટ્રી સહિતનાઓ હાજર રહ્યા હતા.

સાંજે 8:30 વાગ્યા સુધી 51 સેમ્પલ પહોંચાડાયા
તેમણે ઘટના સ્થળ પરથી મળેલા બ્લેક બોક્સ અંગે જણાવ્યું હતું કે બ્લેક બોક્સ યોગ્ય તપાસ કરવામાં આવશે. સાથે જે દિવસે પ્લેન ક્રશ થયું હતું તે દિવસે સાંજે 8:30 વાગ્યા સુધી અંદાજિત સાત કલાકમાં 51 રિલેટિવ ના સેમ્પલ પહોંચાડી દેવામાં આવ્યા હતા અને 36 કલાકમાં પહેલું ડીએનએ મળી ગયું હતું. ત્યારે આજે ઘટનાને 8 દિવસ વીતી ચૂક્યા છે અને હજી પણ મૃતદેહો સિવિલ હોસ્પિટલ દ્વારા સુપરત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

Back to top button