ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ સ્માર્ટ સિટીની પોલ ખુલી : એરપોર્ટમાં પાણી ઘુસી જતા મુસાફરોને હાલાકી, અનેક રસ્તાઓ બંધ

Ahmedabad Airport : અમદાવાદમાં વરસતા અનરાધાર વરસાદના કારણે સમગ્ર શહેર જળમગ્ન બન્યું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે તો કેટલાક વિસ્તારોમાં ભુવા પડ્યાના દ્રશ્યો જોવા મળી રહી છે. જેના કારણે સ્માર્ટ સિટીના વિકાસની પોલ ખુલી છે. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટના ટર્મિનલમાં પાણી ઘુસી ગયા છે. આ સાથે ડોમેસ્ટિક એરપોર્ટ ખાતે ટર્મિનલ 1ના ચેક ઈન એરિયામાં અનેક જગ્યાએ છતમાંથી પાણી ટપકી રહ્યું હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ટપકતી છત નીચે પ્લાસ્ટિકના ટબ મુકવામાં આવ્યા છે.

 

ટર્મિનલની બહાર પાણી ભરાતા મુસાફરોને હાલાકી

 

ડોમેસ્ટિક એરપોર્ટના ટર્મિનલની બહાર ઘૂંટણસમા પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકી પડી હતી. આ દરમ્યાન મુસાફરોએ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, કરોડોના ખર્ચે રિ-ડેવલપ કરેલા ડોમેસ્ટિક એરપોર્ટના ટર્મિનલની બહાર પાણી ભરાયા છે. અગાઉ આવી ખરાબ સ્થિત ન હતી. આ ઉપરાંત અમદાવાદ સ્ટેડિયમ પાસે કોટેશ્વર મહાદેવ નજીક ભુવો પડતા 4 વાહનો ફસાયા હતા. જે દરમ્યાન ફાયર વિભાગને ઘટનાની જાણ થતા વાહનો બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

સમરસ ગર્લ્સ હોસ્ટેલના મેસમાં પાણી ભરાતા 1000 વિદ્યાર્થીનીઓ ફસાઈ

 

તેમજ શહેરના સમરસ ગર્લ્સ હોસ્ટેલની મેસમાં ઢીંચણસમા પાણી ભરાતા સમગ્ર મેસ સ્વિમિંગ પુલમાં ફેરવાઈ હતી. હોસ્ટેલમાં પાણી ભરાતા 1000 જેટલી ગર્લ્સ સ્ટુડન્ટ્સ ભારે મુશ્કેલીમાં મુકાઈ છે. તેમજ વિદ્યાર્થીનીઓને ખાવા-પીવાથી લઈને આવવા-જવામાં મોટી આફત ઉભી થઈ છે. તેમજ શહેરના મકરબા વિસ્તાર બેટમાં ફેરવાયો છે. આ ઉપરાંત સાણંદ, ચાંગોદર અને સરખેજથી આવતા નોકરીયાત લોકો તેમજ રાહદારીઓને રસ્તાઓ બંધ થતા હાલાકી પડી હતી.

આ પણ વાંચો : ચિત્રકુટની દેવાંગના ઘાટીમાં NEETની વિદ્યાર્થી સાથે ગેંગરેપ, CCTVમાં કેદ થયા ત્રણ સંદિગ્ધ

Back to top button