ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ સ્માર્ટસીટી બન્યુ ભુવા સીટી, શહેરમાં 13 સ્થળે ખાડા પડ્યા

  • ખાડા નહીં પુરાવાના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોની મુશ્કેલીમાં વધારો
  • રોડ ઉપર કેટલા ખાડા પડયા એનો કોઈ સર્વે કરવામા આવ્યો નથી
  • હજી સુધી કોર્પોરેશન તરફથી કોઈ પ્રાથમિક ગણતરી પણ શરુ કરાઈ નથી

અમદાવાદમાં એક મહીનામાં પડેલા પંદર ઈંચ વરસાદમાં જ સ્માર્ટસીટી ભુવા સીટી બની ગયુ છે. ખાડીયા, જોધપુર,વાસણા ઉપરાંત નારણપુરા, વસ્ત્રાલ અને ઓઢવ સહિત તેર સ્થળે ભુવા પડયા છે. જેના સમારકામની કામગીરી ચાલી રહી છે. શહેરમાં પડી રહેલા વરસાદના પગલે રોડ ઉપરના ખાડા વરસાદ બંધ રહયા પછી જ પુરાશે. કયા વિસ્તારમાં રોડ ઉપર કેટલા ખાડા પડયા છે એ અંગે હજી સુધી કોર્પોરેશન તરફથી કોઈ પ્રાથમિક ગણતરી પણ શરુ કરાઈ નથી.

ખાડા નહીં પુરાવાના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોની મુશ્કેલીમાં વધારો

રોડ ઉપર પડેલા ખાડા નહીં પુરાવાના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોની મુશ્કેલીમાં વધારો થશે. તાજેતરમાં જ અમદાવાદમાં વરસાદની શરુઆત થઈ હતી. એક મહીનાના સમયમાં તેર સ્થળે ભુવા પડયા છે. કોર્પોરેશનની વ્યાખ્યા પ્રમાણે ડ્રેનેજ કે પાણીની લાઈન ઉપર ખાડા પડે તેને ભુવા ગણવામાં આવે છે. રોડ ઉપર પડતા ખાડાને રોડ સેટલમેન્ટમાં ખપાવી દેવામા આવે છે. એક મહીનાના સમયમાં વિવિધ વિસ્તારમાં પડેલા ભુવાની સંખ્યા બતાવાય છે એ કરતા વધુ છે. પરંતુ નબળી કામગીરી અને ભ્રષ્ટાચારને છુપાવવા ભુવાની સંખ્યા પણ ઓછી બતાવાઈ રહી હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

રોડ ઉપર કેટલા ખાડા પડયા એનો કોઈ સર્વે કરવામા આવ્યો નથી

સતત ઝરમર વરસી રહેલા વરસાદને કારણે શહેરમાં એક પણ રોડ એવો નથી કે જયાં રોડ ઉપર ખાડા પડયા ના હોય. આમ છતાં હજી સુધી ચોકકસ કયા વિસ્તારમાં આવેલા રોડ ઉપર કેટલા ખાડા પડયા એનો કોઈ સર્વે કરવામા આવ્યો નથી. રોડ કમિટીના ચેરમેન જયેશ પટેલે કહયુ, વરસાદ ચાલુ રહેવાથી હાલમાં રોડ ઉપર પેચવર્ક સહિતની તમામ કામગીરી બંધ છે. ખાડા પુરવાની કામગીરી પણ વરસાદ બંધ થાય એ પછી જ શકય બનશે. નિકોલથી લઈ ઠકકરબાપાનગર સુધીનો બે કિલોમીટરનો રોડ હોય કે પછી એસ.જી.હાઈવે સર્વિસ રોડ સહીતના અન્ય રસ્તા હોય કે જયાંથી રોજબરોજ મોટી સંખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોય છે. આ તમામની સુરક્ષા કે સલામતીની ચિંતા કોર્પોરેશનના વહીવટી તંત્ર કે સત્તાધીશોને હોય એમ દેખાતુ જ નથી.

આ પણ વાંચો: ગુજરાત: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, પ્લાસ્ટિકની દડી ગળી જવાથી બાળકીનું મૃત્યુ

Back to top button