ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: સરખેજમાં સિગરેટ માગવા જેવી મામૂલી વાતમાં ઘાતકી હત્યા કરી નાખી

અમદાવાદ, 08 ડિસેમ્બર 2025: અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો છે. સરખેજના ફતેહવાડી વિસ્તારમાંથી સિગરેટ માગવા જેવી મામૂલી બાબતમાં માથાકૂટ થતાં આ ઘાતકી હત્યા થઈ હતી. આરોપી શાહરુખ ડ્રગ્સ પેડલર હોવાનું અને અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. હાલ સરખેડ પોલીસે આરોપીને પકડવા અને હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેવાડીમાં, રોનક પાનપાર્લર ચાર રસ્તાની સામેની રવિવારે (સાતમી ડિસેમ્બર) રાતે ચકચારી હત્યાની ઘટના બની હતી. મૃતક યુવક જાવેદ અને આરોપી શાહરૂખ વચ્ચે સિગારેટ માંગવા જેવી નજીવી બાબતે માથાકૂટ થઈ હતી.

આ ઝઘડો ધીમે ધીમે ઉગ્ર બન્યો, જેના પરિણામે શાહરૂખે ઉશ્કેરાઈને જાવેદને સાથળના ભાગે ચપ્પુનો ઘા મારી દીધો હતો. ચપ્પાનો ઘા ઘણો ઊંડો હોવાથી જાવેદને બ્લીડિંગ થવા લાગ્યું હતું. તાત્કાલિક જાવેદને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો. તેનું મૃત્યુ વધુ લોહી વહી જતા થયું હતું.

આ પણ વાંચો: હવે QR કોડવાળું આધાર કાર્ડ આવશે, ક્યાંય પણ ફોટોકોપી આપવી પડશે નહીં, સ્કેન કરવાથી કામ થઈ જશે

Back to top button