અમદાવાદ: ડ્રોન, વિડીયો ફૂટેજ એનાલિસિસ, CCTV સાથે AIની મદદથી રથયાત્રા પર રાખશે પોલીસ નજર; જાણો કેવી છે ક્રાઈમ બ્રાન્ચની તૈયારી

21 જૂન 2025 અમદાવાદ: શહેરમાં 27 જુના રોજ 148મી ભવ્ય રથયાત્રા અમદાવાદ શહેરમાં નીકળવા જઈ રહી છે. ત્યારે આ વખતે ગુજરાત પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આધુનિક ટેકનોલોજી AIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ DCP અજીત રાજ્યાને આ વખતની પોલીસની કેવી તૈયારીઓ છે અને કેવી રીતે સમગ્ર રથયાત્રા ઉપર પોલીસની ચાંપતી નજર રખાશે તે વિશે વિગતવાર માહિતી આપી હતી.\

રથયાત્રાની સુરક્ષાની જવાબદારી ક્રાઈમ બ્રાન્ચની: DCP
ક્રાઈમ બ્રાન્ચ DCP અજીત રાજ્યાને માહિતી આપતા જણાવ્યું હતું કે રથયાત્રાની સુરક્ષા માટે અમદાવાદ પોલીસ ખૂબ જ મહેનત કરી રહી છે. અમદાવાદમાં સમગ્ર રથયાત્રા કઢાવવાથી લઈને મંદિર પરત ફરે ત્યાં સુધી તેમજ અગાઉની કામગીરીની તકેદારી રાખવાની જવાબદારી ક્રાઈમ બ્રાન્ચ ઉપર હોય છે. ખાસ કરીને થોડા દિવસ પૂર્વે રથયાત્રા અને લઈને ક્રાઈમ બ્રાન્ચે મોટા પ્રમાણમાં હથિયારો, હિસ્ટ્રીશીટરો અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત આરોપીઓની તપાસ કરી છે અને જેલ હવાલે પણ કર્યા છે. રથયાત્રાને લઈન ક્રાઈમ બ્રાન્ચના રિસોર્સ પણ વધારવામાં આવી રહ્યા છે.
AI સાથે જોડાયેલા યુવાનો સાથે પોલીસ કામ કરશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વખતે રથયાત્રામાં કોઈપણ પ્રકારની ભાગદોડ ન થાય તે માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો ઉપયોગ કરીને એન્ટી સ્ટેમ્પિંગ એન્ટી ક્રાઉડનાં ઘણા યુવા લોકોનો સ્ટાર્ટઅપ છે જે લોકો આ દિશામાં કામ કરી રહ્યા છે. તેમની સાથે જોડાઈને અમદાવાદ પોલીસ કામગીરી કરી રહી છે. અને ક્રાઈમ બ્રાન્ચની ગઈકાલે આવા તમામ યુવાનો સાથે મીટીંગ થઈ હતી તેમાં લાઈવ ડેમો અને ફોટો પણ બતાવવામાં આવ્યા હતા જે મીડીયા માધ્યમને અમદાવાદના લોકોને બતાવવામાં આવશે.
જાણો કઈ રીતે AIની મદદથી નજર અખાશે
DCP રાજ્યાને વધુમાં જણાવ્યું હતું કે ખાસ કરીને વિડીયો ફૂટેજ એનાલિસિસમાં લાઈવ સ્ટ્રીમિંગમાં કેવા પ્રકારની કામગીરી થતી હોય છે જો તેની વાત કરીએ તો દાખલા તરીકે નંબર પ્લેટ રીડર હોય, હેડ કાઉન્ટ રીડર હોય કે કેટલા લોકોએ અવર-જવર કરી અથવા ડ્રોનની હાઈટ પ્રમાણે સીસીટીવી કેમેરા મુકાયેલા હોય છે. એમાં આપણે ડિસ્ટન્સ મેનેજ કરીને એક સમયમાં એ ડિસ્ટન્સમાં કેટલા લોકો પસાર થઈ રહ્યા છે. એ પ્રકારે AIની મદદથી એનાલિસિસની થકી હેડકાઉન્ટ મળતા હોય છે આ પ્રકારે લોકો કઈ દિશામાં જાય છે તેવા પ્રકારની ડેન્સિટી જાણી શકાય છે. સમગ્ર રથયાત્રા CCTVના માધ્યમે લાઈવ નજર રાખવામાં આવશે. જો કોઈપણ પ્રકારની શંકા અથવા ઇસ્યૂ ક્રિએટ થશે તો તેને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.












