અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં 744 પોલીસકર્મીની બદલી, જુઓ લિસ્ટ

અમદાવાદ, તા. 7 ઓક્ટોબર, 2025: અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે શહેર પોલીસ દળના કુલ 744 પોલીસ કર્મચારીઓની જાહેરહિતમાં બદલી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનનાં પોલીસકર્મીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી હતી.

આ મહત્ત્વપૂર્ણ આદેશ માં બિનહથિયારી સ્ટાફ જેવા કે ASI, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ અને અલોક રક્ષક દળ (અ.લો.ર.) ના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ફેરબદલનો વ્યાપ શહેરના લગભગ તમામ પોલીસ સ્ટેશનો અને વિશેષ શાખાઓ સુધી ફેલાયેલો છે, જેમાં ટ્રાફિક, ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ જેવી મહત્ત્વપૂર્ણ શાખાઓના કર્મચારીઓ પણ આંતરિક રીતે બદલાયા હતા. સંબંધિત અધિકારીઓને આદેશ મળ્યાના 7 દિવસની અંદર બદલી પામેલા કર્મચારીઓને નવી જગ્યાએ છૂટા કરીને હાજર કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

744 પોલીસકર્મીની બદલીનું લિસ્ટ જોવા અહીં ક્લિક કરોઃ અમદાવાદ પોલીસ બદલી લિસ્ટ

એકસાથે કરાયેલી બદલીથી પોલીસબેડામાં પણ અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે.ઉપરાંત નજીકના જ પોલીસ સ્ટેશનમાં બદલી કરાતાં તર્કવિતર્ક પણ ચાલી રહ્યા છે. આ પહેલાં જી. એસ. મલિકે 8 કરતાં વધુ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 1500 જેટલા પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલી કરી હતી.

આ પણ વાંચોઃ મિશન ગુજરાત: ભાજપ યુવા શક્તિ પર ભરોસો મૂકશે, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરનું કદ વધશે?

Back to top button