અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં હવે QR કોડ અને ફોટોવાળું લગ્ન સર્ટિફિકેટ: ગુજરાતનું પ્રથમ ડિજિટલ સર્ટિફિકેટ એનાયત

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાગરિકોની સુવિધામાં વધારો કરતો એક અત્યંત મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. હવે અમદાવાદમાં QR કોડ અને દંપતીના ફોટોગ્રાફ સાથેના લગ્ન સર્ટિફિકેટ આપવાની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે. મેયર, ધારાસભ્યો અને પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાતનું આ પ્રથમ ડિજિટલ અને ફોટોવાળું લગ્ન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.

અત્યાર સુધી ફોટો વગરના જ સર્ટિફિકેટ

અત્યાર સુધી રાજ્યમાં ફોટો વગરના જ લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવતા હતા, જેના કારણે અનેક સરકારી અને સત્તાવાર કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થતી હતી. પરંતુ આજથી સંપૂર્ણ પેપરલેસ કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

પ્રક્રિયા વધુ પારદર્શક અને સુરક્ષિત

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, આ નવી વ્યવસ્થાથી સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા વધુ પારદર્શક, સુરક્ષિત અને ઝડપી બનશે. સર્ટિફિકેટ પર આપવામાં આવેલા QR કોડને સ્કેન કરીને તે અસલી છે કે નકલી તેની માહિતી ત્વરિત મળી શકશે.

આ સિસ્ટમ હેઠળ અરજદારોએ હવે ઓનલાઈન પોર્ટલ પર જ પોતાના જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ પાસપોર્ટ પ્રક્રિયાની જેમ એક ચોક્કસ સમય (અપોઇન્ટમેન્ટ) મેળવીને કચેરી ખાતે જઈને સર્ટિફિકેટ મેળવવાનું રહેશે.

AMCની આ ડિજિટલ પહેલથી નાગરિકોના સમય અને શક્તિ બંનેની બચત થશે અને વહીવટી પ્રક્રિયાઓમાં મોટો સુધારો જોવા મળશે.

આ પણ વાંચો: બ્રિજભૂષણ સિંહને મહિલા કુશ્તીબાજના યૌન શોષણ કેસમાં નિર્દોષ જાહેર થયા, કોર્ટે આરોપમુક્ત કર્યા

Back to top button