અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદ: આધાર કાર્ડથી લઈને મકાન સુધી, ગુજરાતમાં બાંગ્લાદેશીઓ બેફામ: ઈસુદાન ગઢવી

29 એપ્રિલ 2025 અમદાવાદ: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, મને આશ્ચર્ય થાય છે કે આટલા મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ ગુજરાતમાં આવીને વસી ગયા છે, બાંગ્લાદેશીઓએ લોકોએ મકાનો બનાવી દીધા, બાંગ્લાદેશીઓએ વીજળી પાણીના કનેક્શન લઈ લીધા, મેં સાંભળ્યું છે કે તે લોકોએ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ પણ બનાવી લીધા છે, તો મારો સવાલ છે કે ગુજરાતમાં આ શું થઈ રહ્યું છે. ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર જવાબ આપે કે આટલી મોટી સંખ્યામાં બાંગ્લાદેશો આવ્યા કઈ રીતે?

હવે ગુજરાત અસુરક્ષિત છે: ઈશુદાન ગઢવી
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બીજો મહત્વપૂર્ણ સવાલ છે કે આટલા વર્ષોથી આ બાંગ્લાદેશીઓ અહીંયા રહી રહ્યા છે તો આ લોકોને કોણ સંરક્ષણ આપી રહ્યું છે? કયા ભાજપના નેતાઓ અને મંત્રીઓએ આ લોકોને સંરક્ષણ આપ્યું છે? અને કયા કારણોસર આ લોકોને સંરક્ષણ આપવામાં આવતું હતું? બીજું કે બાંગ્લાદેશીઓની સાથે સાથે બીજા રાજ્યોના લોકોને પણ બાંગ્લાદેશી બતાવીને તેમના પર એક્શન લઈને સરકારે અધકચરી ભૂલો કરી. આટલા બધા બાંગ્લાદેશીઓ ગુજરાતમાં આવી ગયા છે તો મને લાગે છે કે હવે ગુજરાત અસુરક્ષિત છે. કદાચ એટલા માટે જ ગુજરાતમાં ભાજપના પાપે હત્યાઓ અને બળાત્કારની સંખ્યાઓ વધી રહી છે. ભાજપના નેતાઓ હવે 30 વર્ષથી શાસન ચલાવી ચલાવીને કદાચ થાકી રહ્યા છે માટે હવે તે લોકોને આરામની જરૂરત છે, જો ગુજરાતની જનતા આ ભાજપના લોકોને આરામ આપશે તો જ બાંગ્લાદેશીઓ જેવા લોકો ગુજરાતમાં ઘૂસી ગયા છે તે લોકોથી આપણી છુટકારો મેળવી શકીશું.

અમદાવાદમાં આટલા તો ગુજરાતમાં કેટલા?
તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર છે ગુજરાતમાં પણ ૩૦ વર્ષથી ભાજપની સરકાર છે અને સેંકડો બાંગ્લાદેશીઓ અમદાવાદમાં રહેતા હોય તો ગુજરાતમાં કેટલા બાંગ્લાદેશીઓ ઘૂસી ગયા હશે. કઈ કઈ જગ્યાએ બાંગ્લાદેશીઓ ઘૂસી ગયા હશે, કેવા ધંધા કરતા હશે, શું આ ડ્રગ્સ અને હથિયારના કામો ભાજપ પોતાના આવા મળતિયાઓ પાસે કરાવે છે તે પણ મોટો સવાલ છે. આવું જ કોઈ કારણ હશે માટે જ આ બાંગ્લાદેશીઓને રહેવા દીધા હશે નહીંતર બીજો કોઈ કારણ ન હોઈ શકે. અમને સવાલ થાય છે કે આટલા સમય બાદ દાદાનું બુલડોઝર હવે અચાનક કેમ ચાલ્યું હતું, અત્યાર સુધી દાદાના બુલડોઝરને શું થઈ ગયું હતું? ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાતની જનતા સમક્ષ માફી માંગવી જોઈએ અને કહેવું જોઈએ કે હવે તેઓ સરકાર ચલાવી શકતા નથી, એટલા માટે જ બાંગ્લાદેશથીઓ ગુજરાતમાં વસી ગયા છે, બાંગ્લાદેશીઓ અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે, આપણી બહેનો દીકરીઓ અને વેપારીઓની ખંડણી ઉઘરાવીને હત્યાઓ કરવામાં આવે છે, આ મામલે ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ.

Back to top button