
અમદાવાદ 29 જૂન 2025: અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી નુતનભારતી શાળામાં શુક્રવારે એક ચોંકાવનારી અને હિંસક ઘટના સામે આવી છે. પુત્રીનું લિવિંગ સર્ટિફિકેટ (એલસી) લેવા શાળામાં આવેલા પિતાએ શાળાના ક્લાર્ક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જાણવામાં આવી રહ્યું છે કે આરોપીનું નામ મુસ્તાક અંસારી છે.
ક્લાર્કે આરોપીને શુક્રવારે સર્ટિફિકેટ આપવામાં આવશે તેવું કહ્યું હતું. એટલામાં જ મુસ્તાક અંસારી ઉશ્કેરાઈ ગયો અને ગુસ્સામાં આવી ક્લાર્ક પર ચપ્પાથી હુમલો કરી દીધો. ઘટનામાં ક્લાર્કને ઈજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ અંગે ક્લાર્કે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસએ IPCની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હાલમાં આરોપીની શોધખોળ ચાલી રહી છે. શાળામાં બનેલી આ ઘટના બાદ સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.
આ પણ વાંચો: વાળીનાથ ધામમાં તસ્કરો ત્રાટક્યા, દાનપેટી તોડી કેટલા રુપાયાની કરી ચોરી?












