ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ફરી એક વિમાન દુર્ઘટના ટળી… અમદાવાદથી દીવ જતી ફ્લાઇટમાં ટેકઓફ દરમિયાન અચાનક લાગી આગ

અમદાવાદઃ 23 જુલાઈ, 2025: Ahmedabad Indigo Flight Fire: અમદાવાદમાં દીવ જવા માટે ટેકઑફની તૈયાર કરી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટના એન્જિનમાં અચાનક આગ લાગી ગઈ. વિમાનમાં કુલ 60 મુસાફરો સવાર હતા. આગ લાગવાની માહિતી મળતા જ પાઇલટે એટીસીને ‘મેડે’ કૉલ આપ્યો અને વિમાનને ઉડાન ભરતા અટકાવી દેવામાં આવ્યું.

ત્યાર બાદ, મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જોકે, ઇન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ફ્લાઇટમાં ટેકનિકલ ખામી જણાતા ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ ATR76 હતી, જે સવારે 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરવાની હતી.

રનવે પર વિમાન ફરતું હતું

અહેવાલો અનુસાર, ATC તરફથી મંજૂરી મળ્યા પછી વિમાન રનવે પર રોલ કરવાનું શરૂ જ કર્યું હતું. આ રોલિંગ બાદ, વિમાન ઉડા ન ભરે છે. પરંતુ પછી ફ્લાઇટના એન્જિનમાં આગ લાગી ગઈ અને પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલને મેડે કોલ આપ્યો.

ત્યાર બાદ, ઉતાવળમાં ફ્લાઇટ ખાલી કરાવવામાં આવી. ઇન્ડિગોના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સ્ટાન્ડ પ્રોસિઝરનું પાલન કરતા પાયલટે અધિકારીઓને જાણ કરી અને વિમાનને પરત મોકલી દેવામાં આવ્યું. ફ્લાઇટને ફરીથી કાર્યરત કરતા પહેલા જરૂરી તપાસ અને જાળવણી કરવામાં આવશે.

એરલાઇને ગ્રાહકોને થયેલી અસુવિધા બદલ માફી માંગી છે અને તેમને બીજી ફ્લાઇટમાં ટ્રાન્સફર અથવા સંપૂર્ણ રિફંડ આપવાની ઑફર કરી છે. સોમવારે, ગોવાથી ઇન્દોર જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં પણ લેન્ડિંગ પહેલાં ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, વિમાને સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું હતું.

આ પણ વાંચોઃ VIDEO; ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર વંશીય હુમલો, હુમલાખોરો દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો

આ પણ વાંચોઃ માણસાઃ આવાસ યોજના અંતર્ગત મંજૂર થયેલા મકાનનો હપ્તો જમા કરાવવા બદલ લાંચ માંગતો વર્ક્સ મેનેજર ઝડપાયો

Back to top button