અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદ: સાતબારના પુરાવા હોવા છતાં 28 મકાનો તોડી પાડવાનો નિર્ણય; બિલ્ડર અને કોર્પોરેશન વચ્ચે કરોડોનો સોદો થયાનાં આક્ષેપ

6 જૂન 2025 અમદાવાદ: શહેરના મકરબા રેલ્વે ફાટક પાસે આવેલા રીચમંડ ગ્રાન્ડની સામે તેમજ અતુલ્યમ એપાર્ટમેન્ટની પાસે આવેલી મોટા પ્રમાણની જગ્યા જ્યાં વર્ષોથી મકરબા ગામના લોકો રહે છે. ત્યારે તેમની પાસે આ જગ્યાના સાતબાર પુરાવા હોવા છતાં કોર્પોરેશન દ્વારા આ તમામ મકાનો તોડી પાડવા માટે નોટિસ ઉપર નોટિસ ફટકારવામાં આવી રહી છે. ત્યારે સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવાયો છે. આજે સરખેજની પોલીસ ટીમ સાથે કોર્પોરેશનના અધિકારીઓ જેસીબી મશીન લઈને જસી આવ્યા હતા પરંતુ સ્થાનિકોના ઉગ્ર વિરોધને જોઈને મશીનો પાછા લેવાનો નિર્ણય કર્યો હતો. શું છે વિવાદ સમજીએ..

કાયદેસર જગ્યાને કઈ રીતે સરકાર તોડી શકે: સત્તરસિંહ
સમસ્યાનો સામનો કરી રહેલા મકાન માલિક સત્તરસિંહે જણાવ્યું હતું કે 1995 પહેલાથી અમે અહીંયા રહીએ છીએ અમારી પાસે મકાનોના દસ્તાવેજ છે. સાતબારના પુરાવા છે ઇલેક્ટ્રિસિટી મીટરો છે. અચાનકથી કોર્પોરેશન દ્વારા અમારા મકાન ખાલી કરવા માટે અને તોડી પાડવા માટે નોટિસો ફટકારવામાં કરવામાં આવી રહી છે. અમને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમારા મકાન કાયદેસર છે. અમે તમને ફાઇનલ પ્લોટ તમારી જગ્યાની પાછળ જ આપવા માંગીએ છીએ. અમુક આગળની જગ્યા જે 60:40નો રેશિયો હોય છે તેમાંથી 40% સરકારી કટીંગમાં જતી હોય છે. પરંતુ અમારી પાછળ તો જે જગ્યા આપવાની વાત કરે છે એ હાઇકોર્ટમાં કેસ ચાલે છે. એ પણ માલિકીની જગ્યા છે ત્યારે હાઇકોર્ટમાં કેસ ચાલતો હોય તો અમને કઈ રીતે કોર્પોરેશન અધિકારીઓ તે જગ્યા આપશે? અમને ખોટું બોલીને માત્ર મકાન તોડી ખાલી કરાવવા માંગે છે.

ખાનગી બિલ્ડરે તંત્ર સાથે કરોડોના વ્યવહાર કર્યા: સ્થાનિક
પીડિતોએ આક્ષેપ કરતા તેમણે કહ્યું હતું કે હાલ અમારી જગ્યાના ભાવ ખૂબ વધી જતા સરકારી અધિકારીઓ તેમજ પદાધિકારીઓ તેમજ બિલ્ડર વચ્ચે કરોડોનો સોદો થયો છે. અહીંયા ખાનગી બિલ્ડરો પોતાનું કન્સ્ટ્રક્શન ઊભું કરવા માંગે છે. આસપાસમાં મોટા અને વિશાળ બિલ્ડિંગો બની ગયા છે આ એકમાત્ર જગ્યા છે કે જ્યાં મોટા બિલ્ડીંગ ઊભા થાય તો કરોડો રૂપિયા મળે એમ છે. તેથી આ ખાનગી બિલ્ડરે સત્તાધીશો સાથે મળીને કરોડો રૂપિયાના વ્યવહાર કર્યા છે. અને જગ્યા અમારી માલિકીની હોવા છતાં અમારી પાસે ખાલી કરાવવામાં આવે છે. અમે ખાલી કરવાની ના પણ નથી મળતા પરંતુ અમારી માગણી છે કે અમને સૌથી પહેલા બીજે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા સરકાર કરી આપે, પછી અમારા મકાન તોડે. પરંતુ સરકારી કર્મચારીઓ એવું કહે છે કે પહેલા તમે અમને જગ્યા આપો પછી અમે તમને ફાઇનલ પ્લોટ બીજી જગ્યાએ આપશું. જોકે બીજી વૈકલ્પિક જગ્યા ક્યાં આપશે એ હજી નક્કી નથી! ત્યારે અમારી સાથે ગરીબ હોવાને લીધે અન્યાય થઈ રહ્યો છે જેથી ન્યાયની માગણી કરીએ છીએ. અમારી પાસે અત્યારે રહેવા માટે કોઈ વ્યવસ્થા નથી અમે રસ્તા ઉપર ક્યાં જઈને રહી છું અમારા બાળકો અમારી મહિલાઓને ક્યાં રાખશું.

ન્યાય મળશે કે ગરીબોને રસ્તે રઝડતા કરી દેશે
અત્રે મહત્વનું છે કે જગ્યા કાયદેસરની હોવાથી રહીશોએ ઉગ્રહ વિરોધ નોંધાયો હતો સાતબારના પુરા રજૂ કર્યા હતા અને ગંભીર આક્ષેપો તંત્ર ઉપર કર્યા હતા. જે ઉગ્ર વિરોધ જોઈને કોર્પોરેશન તથા પોલીસની ટીમ દ્વારા બુલડોઝર પાછું વાળવામાં આવ્યું હતું. ત્યારે વિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકર તેમજ સ્થાનિક કોર્પોરેટરો પાસે સ્થાનિકોએ રજૂઆત કરી છે. ત્યારે જોઈએ હવે આગળ તેમને ન્યાય મળે છે કે પછી મકાન ડિમોલેશન કરી રસ્તે રઝડતા કરી દેવામાં આવશે.

Back to top button