ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: ઈસ્કોન બ્રિજ પર કપલની ગંદી હરકત, બાઈક પર આગળ બેસાડી સ્ટંટ કર્યા

અમદાવાદ, 23 ડિસેમ્બર 2025: ગુજરાતમાં ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાડતા અનેક વીડિયો અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે હવે અમદાવાદના હાર્દ સમાન ગણાતા એસ.જી. હાઈવે પરથી વધુ એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ વીડિયોમાં એક યુવક અને યુવતી જાહેરમાં જોખમી રીતે બાઈક ચલાવતા નજરે પડી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો એસ.જી. હાઈવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પરનો હોવાનું સામે આવ્યું છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ગત રવિવારની રાતનો છે, જ્યારે હાઈવે પર વાહનોની અવરજવર ચાલુ હતી.

આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક યુવક બાઈક ચલાવી રહ્યો છે અને તેની સ્ત્રી મિત્ર બાઈકની ટાંકી પર યુવકની સામેની બાજુએ (આગળ) મોઢું રાખીને બેઠી છે. જાહેરમાં શરમ નેવે મૂકીને આ કપલ જે રીતે વાહન ચલાવી રહ્યું છે, તેને જોઈને ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકો પણ ચોંકી ગયા હતા.

આ પ્રકારનું ડ્રાઈવિંગ માત્ર જોખમી જ નહીં પણ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ચાલુ બાઈક પર આ રીતે બેસવાથી ગમે ત્યારે સંતુલન બગડી શકે છે. એક નાનકડી ભૂલ કપલની સાથે હાઈ-વે પર જતા અન્ય નિર્દોષ લોકો માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે. ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહીના દાવાઓ વચ્ચે આ વીડિયો કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કરે છે.

આ પણ વાંચો: પતિ બન્યો હેવાન, પત્નીને મિત્રો સામે પિરસી દીધી, આખી ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો

Back to top button