અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ: કોંગ્રેસ દ્વારા “સંવિધાન સપ્તાહ” કાર્યક્રમની જાહેરાત; 243 તાલુકામાં થશે આયોજન; આ કારણે કરાશે વિરોધ

24 જાન્યુઆરી 2025 અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ દ્વારા દ્વારા રાજ્યમાં તા. 2થી 8 ફેબ્રુઆરી સુધીના સ્વતંત્રતા સંગ્રામથી સંવિધાન સપ્તાહનાં કાર્યક્રમની જાહેરાત કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા ડો. મનીષ દોશી દ્વારા કરવામાં આવી છે. આ સપ્તાહ કાર્યક્ર્મનું આયોજન 2થી 8 ફેબ્રુઆરી સુધી રાજ્યના કુલ 243 તાલુકાઓમાં થવા જઈ રહ્યું છે. ત્યારે કેવા પ્રકારનું આયોજન છે શું કારણ છે જાણીએ!

243 તાલુકામાં વ્યાપક કાર્યક્રમ
કોંગ્રેસ નેતા ડો. મનીષ દોશીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીના મુલ્યો, ડો.બાબાસાહેબના અપમાન અને સંવિધાન બચાવો અન્વયે “જય બાપુ, જય ભીમ, જય સંવિધાન” ના નારા સાથે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાતના 243 તાલુકામાં વ્યાપક કાર્યક્રમ અને અભિયાન શરૂ કરાશે. આ કાર્યક્રમની જાહેરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશની ટીમ દ્વારા થઈ છે. આ અંગે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોને તાલુકા દીઠ જવાબદારીઓ સોપાઈ છે.

પ્રજા હિતના મુદ્દાઓનું લોકોને સાથે રાખીને કરાશે વિરોધ
પ્રવક્તાએ સરકારની નીતિઓ પર સવાલ કરતાં અને કાર્યક્રમની વધારે વિગત આપતા જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી અને બાબા સાહેબ આંબેડકરજીના BJP/RSS દ્વારા થયેલ અપમાન સામે લોકતાંત્રિક વિરોધ કરવામાં આવશે. મહાત્મા ગાંધી અને ડો.બાબાસાહેબનું અપમાન કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય તેમ નથી, મહાત્મા ગાંધીની વિરાસત પર સતત હુમલો, ડો.બાબાસાહેબ આંબેડકરનું અપમાન, સંવિધાન પર સતત હુમલોએ BJP/RSSની સાજિશના ભાગરૂપે કામગીરી ચાલી રહી છે. એસ.સી, એસ.ટી, સહિત નબળા વર્ગના બંધારણીય હક્ક-અધિકાર પર ભાજપ સરકારવારંવાર દ્વારા હુમલો કરવામાં આવે છે. શિક્ષણનું ખાનગીકરણ, બેરોજગારીની વ્યાપક સમસ્યા, વધતી જતી અસમાનતા, શિક્ષણ સંસ્થાઓ પર હુમલો, ઊદ્યોગગૃહો-મુડીપતિઓના 17 લાખ કરોડના દેવા માફ, બીજી બાજુ ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગ પાસેથી બેફામ ટેક્ષ વસૂલાત “ટેક્ષ ટેરીરીઝમ” ના મુદ્દાઓને લઈને લોકોને સાથે રાખીને લોકતાંત્રિક વિરોધનો કાર્યક્રમ આ સપ્તાહ દરમિયાન કરવામાં આવશે.

Back to top button