અમદાવાદ: 50 વર્ષ ઇમરજન્સીના પૂર્ણ થતા સંવિધાન હત્યા દિવસ તરીકે યાદ અપાવતો કાર્યક્રમ; કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ શું કહ્યું જાણો

26 જૂન 2025 અમદાવાદ: પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ અલ્હાબાદ હાઇકોર્ટમાં ચૂંટણી લડવા તેમજ સંવિધાનિક પદ પરથી દૂર કરવા 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેનાથી બચવા 25 જૂન 1975 ના રોજ દેશમાં ઇમર્જન્સી લાગુ કરી હતી. જેમાં પત્રકારો, વિરોધ પક્ષના નેતાઓ, મીડિયાના માલિકો, સામાન્ય લોકોની આઝાદી છીનવી લેવામાં આવી હતી અને વિરોધ કરનારાઓને જેલભેગા કરી દેવામાં આવ્યા હતા. ત્યારથી લઈને આજ સુધી ભારતીય જનતા પાર્ટી તેને દેશના ઇતિહાસનો કાળો અધ્યાય તરીકે ઓળખે છે. કટોકટીને દેશના સંવિધાનની હત્યા તરીકે ગણાવે છે. આજના અમદાવાદના પાલડી સ્થિત રવિન્દ્ર ટાગોર હોલ ખાતેના ઈમરજન્સીને 50 વર્ષ પૂર્ણ થતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા વિશેષ જોડાયા હતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઉપર ગંભીર પ્રહારો કર્યા હતા તેમણે શું કહ્યું હતું આવો જાણીએ વિગતવાર.
ઇમરજન્સી એ દેશનો કાળો અધ્યાય: માંડવીયા
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ, પ્રદેશના હોદ્દેદારો તેમજ મીડિયા અને સંબોધન કરતાં કહ્યું હતું કે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા લાગુ કરવામાં આવેલી કટોકટી 21 મહિના સુધી ચાલી હતી જે લોકશાહીનું ગળું ઘોટવા જેવી હતી. આજનો આ પ્રસંગ ઇતિહાસના પરિપેક્ષમાં યતીતને શોધવાનો દિવસ છે. ઇમરજન્સીનો દિવસ દેશના સ્વભાવ લોકશાહીને ખતમ કરવાનો દિવસ હતો. આપણા શાસ્ત્રીય વેદોમાં પણ પંચનો ઉલ્લેખ છે આ દેશનો આત્મા લોકશાહીનો છે જે સદીઓ સુધી જીવંત રહેવાનો છે એ ક્યારેય ખતમ નથી થવાનો પરંતુ તે સમયની કોંગ્રેસ સરકારે એ આત્માને ખતમ કરવાના ગંભીર પ્રયાસો કર્યા હતા. આપણા ભારતનો 2000 વર્ષનો ઈતિહાસ જુઓ જેમાં 1000 વર્ષ આક્રાંતોએ, તો 240 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું છતાં આ દેશમાં આપણી લોકશાહી, લોકશાહીના મૂલ્યો ભારત દેશની આત્માનાં સ્વરૂપે જળવાઈ રહ્યા છે.

વિશ્વનાં શ્રેષ્ઠની શોધમાં આપણું શ્રેષ્ઠ ભૂલ્યા: માંડવીયા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું ભાવનગરથી આવું છું, ભાવનગરમાં પણ રાજાશાહી હતી પણ લોકશાહી જેવું શાસન ચાલતું હતું. એ સમયમાં ભાવનગરમાં રિસોલ્યુશન માટે તમામ પ્રશ્નો મહારાજા પાસે મોકલવામાં આવતા અને મહારાજા તેને ઝડપથી સ્વીકાર કરતા, ખાસ કરીને ભાવનગરમાં મહાજન, વેપારીઓનું પણ ગ્રુપ હતું તેમને પણ કોઈ સમસ્યા જણાય તો તેઓ મહારાજાને રિસોલ્યુશન મોકલતા અને રાજા તેમનો ઝડપથી અમલ કરતા. આપણા દેશની આઝાદીની લડતમાં કેટલા યુવાનોએ પોતાનું જીવ ગુમાવ્યો છે 1947માં દેશ અંગ્રેજોના જંગલમાંથી મુક્ત થયું ત્યારે આપણે આઝાદ થયા. 1947 પછી શરૂઆતના વર્ષોમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે એ લોકોએ દેશની દિશાઓ નક્કી કરતા હતા ત્યારે સારા નિર્ણયો લેવાની કોશિશ કરી હોય એમાં અમને વાંધો ન હોઈ શકે, પરંતુ દરેક દેશની પોતપોતાની શૈલી હોય છે, વિકાસ મોડલ હોય, જેમાં દુનિયાના શ્રેષ્ઠ શોધવામાં આપણું શ્રેષ્ઠ ભુલાઈ ગયું જો આપણા દેશમાં રહેલું શ્રેષ્ઠ શોધવાનો પ્રયત્ન કર્યો હોત તો આજે આજે દેશની પરિસ્થિતિ કંઈક જુદી જ હોત
કોવિડ વખતે લોકોની સેવા માટે ડોક્ટરો જીવ ગુમાવ્યા
મનસુખ માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે કોરોના વખતે વિપક્ષ દ્વારા કોમેન્ટ કરવામાં આવતી હતી કે થાળી વગાડવાથી કોરોના જાશે પણ એ થાળી વગાડીને લોકોને લડવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા હતા. દુનિયા એ વખતે એમને પૂછતી હતી કે કોવિડ દરમિયાન ડોક્ટરો ભારતમાં ડ્યુટી પર આવે છે. ત્યારે મને એવો સવાલ થતો કે આવું કેમ પૂછવામાં આવી રહ્યું છે પરંતુ જાણકારી મેળવતા ખબર પડી કે વિશ્વના ડોક્ટરો પોતાનો જીવ બચાવવા માટે હોસ્પિટલ નથી આવી રહ્યા ત્યારે આપણા દેશના ડોક્ટરો પોતાના જીવની પરવા કર્યા વગર લોકોની દિવસ રાત સેવા કરતા હતા અને કેટલાય ડોક્ટરોએ પોતાના જીવ પણ આપણા ભારત દેશમાં ગુમાવેલા છે. જે એક માત્ર આપણા ભારત દેશને ગૌરવ લેવા જેવી વાત છે. એ સમયે જયપ્રકાશ નારાયણનું આંદોલન, ગુજરાતમાં નવનિર્માણ આંદોલનને કારણે કેન્દ્રમાં બેઠેલી કોંગ્રેસ સરકારના પાયા હલવા મંડ્યા હતા. એમને ડર બેસી ગયો હતો કે હવે સરકાર પડી જશે. આવા સમયે તત્કાલીન પીએમ ઇન્દિરા ગાંધીને દેશમાં કટોકટી લાગુ કરવા માટે વિચારતા કરી દીધા હતા.
કટોકટી સમયે પત્રકારોને કોંગ્રેસને જેલમાં પૂર્યા: માંડવીયા
કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતા મનસુખ માંડવીએ કહ્યું હતું કે સંવિધાન સંકટમાં છે તે કહેવાનો કોંગ્રેસને અધિકાર નથી કારણ કે કોંગ્રેસે કટોકટી સમયે પત્રકારોને, મીડિયા માલિકોની ધરપકડ કરી જેલમાં પૂરી દીધા હતા ત્યારે કેવા પ્રકારની લોકશાહી હતી? મીડિયા વિશે વાત કરવાનો અધિકાર કોંગ્રેસનો આજે પણ નથી. અત્યારની કોંગ્રેસ માત્ર સત્તા માટે અને પરિવાર માટે પેદા થયેલી છે. ઇતિહાસ આપણને પ્રેરણ આપે છે અને ઘણી બધી સીખ પણ આપે છે. એ વખતે મીડિયા તથા વિપક્ષને પકડી પકડીને જેલમાં નાખ્યા હતા. છતાં દેશના નાગરિકો અલગ અલગ રીતે લડત આપી રહ્યા હતા. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકિલ્લાથી કહ્યું છે કે વિકસિત ભારત નારાથી નહીં પણ કામ કરીને બનાવવું છે ત્યારે દેશની ભાજપા સરકારે વિકસિત ભારત બનાવવા માટે માત્ર વાતો નહીં, નારા નહીં પરંતુ યોગ્ય દિશામાં કામ કર્યું છે જે આજે આપણે સૌને દેખાઈ રહ્યું છે.












