અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલબિઝનેસમધ્ય ગુજરાતવર્લ્ડ

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય કંપનીઓને હેરાન કરતા 17 જેટલા ગુંડા તત્વો વિરુદ્ધ ચાંગોદર પોલીસમાં ગુનો દાખલ; JCB વડે દિવાલ તોડી ફેલાવ્યો

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય કંપનીઓને હેરાન કરતા 17 જેટલા ગુંડા તત્વો વિરુદ્ધ ચાંગોદર પોલીસમાં ગુનો દાખલ; JCB વડે દિવાલ તોડી ફેલાવ્યો

અમદાવાદ શહેરના બાવળા ખાતે આવેલા ગુજરાતના વિશ્વવિખ્યાત એવા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કને અવારનવાર ખોટી રીતે હેરાન પરેશાન કરનારા 15 થી 20 જેટલા ઈસમો વિરુદ્ધ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જેમાં કંપનીની શાખને ખોટી રીતે નુકસાન પહોંચાડવાના ઇરાદેથી પાર્કની બાઉન્ડ્રી વોલને ગેરકાયદેસર રીતે તોડી ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાને લઈને કંપનીને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન તેમજ તેની સુરક્ષા ભંગ કરવાનો પ્રયાસ કર્યો છે. આ સવાલ એટલા માટે મહત્વનો છે કારણ કે આ પાર્કમાં અનેક નામાંકિત કંપનીઓ આવેલી છે અને ગુજરાતના નાના-મોટા લાખો લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે.

પાર્કની શાંતિ ભંગ કરનારાઓ વિરુદ્ધ ગુનો દાખલ
દેશને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયા થકી દેશમાં મોટાપાયે ઉદ્યોગો સ્થાપવા માટે તેમજ ઉદ્યોગપતિઓ અને વેપારીઓ દેશમાં સરળતાથી વ્યાપાર કરી શકે તે માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર અસંખ્ય પ્રયાસો કર્યા છે. જેના કારણે ભારત દેશ પહેલા કરતાં વધુ સમૃદ્ધ બન્યો છે. તેમાં પણ ગુજરાતને વિશ્વ સ્તર પહોંચાડવા PM મોદી દિવસ રાત મહેનત કરી રહ્યા છે. ત્યારે આવા સમૃદ્ધ મિશનને વિફલ બનાવવા માટે અમુક ગુંડા તત્વો પણ દિવસ રાત મહેનત કરી રહ્યા છે. જેની અસંખ્ય ફરિયાદો રાજ્યની પોલીસને મળી રહી હતી. જ્યારે વધુ એક વખત સાણંદમાં આવા 15 થી 20 લોકોના ટોળાએ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નામની કંપનીમાં ટ્રેસ પાસ કરી મોટાપાયે આર્થિક નુકસાન કર્યું છે. પાર્કની શાંતિ અને સુરક્ષા ભંગ કરવાનો પ્રયાસ કરતા ચાંગોદર પીઆઇએ ગુનો દાખલ કર્યો છે.

15 જેટલા ઈસમો JCBથી દિવાલ તોડી પાર્કમાં ઘૂસ્યા
ચાંગોદર પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ ફરિયાદ મુજબ 29 જુલાઈ 2025ના રોજ સાંજે આ બનાવ બનવા પામ્યો હતો જેમાં આ કૃત્ય કરવામાં મહત્વની ભૂમિકા ભજવનારા મુખ્ય 5 આરોપીઓ મનસુખ પ્રજાપતિ, ગૌતમભાઈ પ્રવીણભાઈ ચૌહાણ, અમૃતભાઈ ભરવાડ, જગાભાઈ ભરવાડ, જગાભાઈ પટેલ સહીત 15 થી 20 જેટલા ઈસમોએ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની બાઉન્ડ્રી વોલને ગેરકાયદેસર રીતે તોડી પાર્કને મોટા પાયે નુકસાન કર્યા બાદ પાર્કની શાંતિને ભંગ કરી સુરક્ષાને રઝડતી મૂકી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ આ 6 ઈસમો સહિતના ટોળાએ JCB, ટ્રેક્ટર અને પાવડા જેવા બાંધકામના સાધનોનો ઉપયોગ કરીને પાર્કની દિવાલ તોડી નાખી હતી અને આ એક વખતની પરંતુ અગાઉ પણ બેથી ત્રણ વખત આવી ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય આરોપી મનસુખ પ્રજાપતિ નામના ઇસમ વિરુદ્ધ અવાર નવાર પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો કરવામાં આવી હતી. જેની ચાંગોદર પોલીસે આ વખતે ગંભીરતાથી નોંધ લીધી છે.

આરોપીઓને ચાંગોદર પોલીસ ભણાવશે પાઠ
અત્રે મહત્વનું છે વેપારની દ્રષ્ટિએ ગુજરાત દેશનું મોખરાનું સ્થાન ધરાવે છે જ્યારે સરકાર આના માટે સતત પ્રયાસો કરે છે. ત્યારે આવા અમુક તત્વોના કારણે સરકારની છબી ખરડાઈ રહી હોય ત્યારે પોલીસને કડક કાર્યવાહી કરવાની જરૂર છે જેથી આવા તત્વો બીજી વખત કાયદાને હાથમાં લેતા પહેલા હજાર વખત વિચારે કરે.

Back to top button