અમદાવાદ/ પરિવારના 5 લોકોનો સામૂહિક આપઘાત, ઝેરી દવા પી લીધી

અમદાવાદ, 20 જુલાઈ 2025: અમદાવાદના બગોદરામાં આઘાતભરી ઘટના સામે આવી છે. એક જ પરિવારના પાંચ લોકોએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો છે. વિપુલ વાઘેલા, તેમની પત્ની સોનલ વાઘેલા, 11 વર્ષની દીકરી સિમરન, 8 વર્ષનો દીકરો મયુર અને 5 વર્ષની દીકરી પ્રિન્સીએ જીવનનો અંત આણ્યો. અહીં વિપુલ વાઘેલા ભાડાના ઘરમાં રહેતો રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. . આ પરિવાર મૂળ ધોળકાના દેવીપૂજક વાસ, બોરકોઠાનો વતની હતો. આપઘાતનું કારણ અકબંધ છે.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડ્યા
ઘટનાની જાણ થતા જ બગોદરા પોલીસ અને તેમજ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ સિવાય અમદાવાદ ગ્રામ્ય SOG, LCB, FSL અને ધંધુકા ASP પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ, તમામ લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસે હાથ ધરી તપાસ
પોલીસે સમગ્ર ઘટના વિશે તપાસ કરવા માટે ઘરમાં શોધખોળ હાથ ધરી છે. જોકે, હજુ સુધી કોઈ સ્યુસાઇડ નોટ સામે આવી નથી. આ સિવાય પોલીસ આસપાસના લોકોના નિવેદનો પણ નોંધી રહી છે. જોકે, પરિવારે આ પગલું કેમ લીધું તે વિશે હજું સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી.
આ પણ વાંચો : એક્ટિવા ઉપર બેસીને 35 લાખની બેલેન્સથી 11 ઇસમને રમાડ્યો ક્રિકેટ સટ્ટો, ભુજમાં પકડાયો












