સ્પોર્ટસ

આફ્રિકા સામેની સીરીઝ પહેલા ભારતને ઝટકો, આ ખેલાડી ઇજાના કારણે થયો બહાર

Text To Speech

ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરીઝ પૂરી થયા બાદ હવે ભારતીય ટીમ 28 સપ્ટેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની T20 સીરીઝ રમશે. પરંતુ તેના પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર દીપક હુડ્ડા પીઠની ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

હવે આ બે ખેલાડીઓ ટીમમાં થયા સામેલ

આફ્રિકા સીરીઝ પહેલા ટીમને લાગેલો ઝટકો બહુ મોટો છે. ખાસ કરીને ત્યારે કે જે સમયે, હાર્દિક પંડ્યાને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. તેવામાં હવે તેમના સ્થાને ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદ અને બેટ્સમેન શ્રેયસ અય્યરે ટીમમાં પ્રવેશ કર્યો છે.

દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકેટર), દિનેશ કાર્તિક (વિકેટમેન), આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંઘ, મો.શમી, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રિત બુમરાહ, શ્રેયસ અય્યર.

Back to top button