રશિયન પ્રતિબંધો બાદ નાયરા એનર્જીએ વધાર્યુ ઓઇલનુ ઉત્પાદન, ભારતમા રિફાઇનરી ક્ષમતા 93 ટકા વધી

નવી દિલ્હી, 1 નવેમ્બર, 2025: મોસ્કો પર પ્રતિબંધ બાદ રશિયન સમર્થિત ભારતીય રિફાઇનર નાયરા એનર્જીએ પોતાની વાડીનાર રિફાઇનરીમાં ક્રૂડ ઓઇલની રિફાઇનીંગ ક્ષમતાને 90થી 93 ટકા સુધી વધારી દીધી છે. આ વર્ષની શરૂઆતમાં યુરોપીય સંઘના પ્રતિબંધો બાદ આ વર્ષની શરૂઆતમાં કામગીરીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જુલાઈમાં યુરોપિયન યુનિયનના પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદ ભારતમાં નાયરાના 400,000 બેરલ પ્રતિ દિવસ પ્લાન્ટમાં ઓઇલ પ્રક્રિયા ઘટીને 70 થી 80 ટકા થઈ ગઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓઇલ પ્રક્રિયામાં ઘટાડો થવાથી નાયરાની ઓઇલ નિકાસ પર અસર પડી છે. વધુમાં, ઇરાક અને સાઉદી અરેબિયા જેવા મુખ્ય સપ્લાયર્સે કંપનીને ક્રૂડ ઓઇલનું વેચાણ બંધ કરી દીધું છે. પ્રતિબંધો પહેલાં, નાયરાની રિફાઇનરી તેની ક્ષમતાના 104 ટકા પર કાર્યરત હતી. રશિયન કંપનીઓ નાયરામાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે, જેમાં રોઝનેફ્ટનો પણ સમાવેશ થાય છે, જે 49.13 ટકા હિસ્સો ધરાવે છે. અમેરિકાએ રોઝનેફ્ટ પર પણ પ્રતિબંધો લાદ્યા છે. સ્થાનિક ઇંધણ વેચાણમાં વધારો થતાં તાજેતરમાં નાયરાના ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધ્યું છે.
નાયરા તેના રિફાઇનરી પ્લાન્ટનું સંચાલન ફક્ત રશિયન ઓઇલ પર કરી રહી છે. રશિયન ઓઇલની વ્યવસ્થા રોઝનેફ્ટ દ્વારા કરવામાં આવી હતી અને વેપારીઓ દ્વારા નાયરાને વેચવામાં આવી હતી. નાયરા માન્યતા નહી ધરાવતી સંસ્થાઓ દ્વારા રશિયન ઓઇલ ખરીદવાનું ચાલુ રાખી શકે છે. જોકે, નાયરા તેની ક્રૂડ ઓઇલની ખરીદી માટે કેવી રીતે ચૂકવણી કરી રહી છે તે જાણી શકાયું નથી.
ઇન્ડિયન ઓઇલે માન્યતા વિનાની સંસ્થાઓ પાસેથી પાંચ કાર્ગો ક્રૂડ ઓઇલ ખરીદ્યું
ઇન્ડિયન ઓઇલે ડિસેમ્બરમાં માન્યતા વિનાની સંસ્થાઓ પાસેથી આવતા રશિયન તેલના પાંચ કાર્ગો ખરીદ્યા હતા. રશિયન ઓઇલ ખરીદવાનું બંધ કરવા માટે ભારત પર યુએસના દબાણ છતાં કંપનીએ ખરીદી ફરી શરૂ કરી છે. યુરોપિયન યુનિયન, યુકે અને યુએસએ યુક્રેન યુદ્ધ માટે રશિયા પર અનેક પ્રતિબંધો લાદ્યા છે, જેમાં શિપિંગ પ્રતિબંધોનો સમાવેશ થાય છે. આ પ્રતિબંધોએ રશિયાને ભારે ડિસ્કાઉન્ટ પર તેનું ઓઇલ વેચવાની ફરજ પાડી છે. છેલ્લા ત્રણ વર્ષમાં, ભારત રશિયન દરિયાઈ ક્રૂડ ઓઇલનો સૌથી મોટો ખરીદદાર બન્યો છે.
આ પણ વાંચોઃ ગુરૂ વક્રી થઈને મિથુન રાશિમાં કરશે પ્રવેશ, જાણો કઈ રાશિઓનું લક જોર કરશે












