ટ્રેન્ડિંગમનોરંજન

રણવીર સિંહ બાદ અક્ષય ખન્નાએ પણ છોડ્યો મોટો પ્રોજેક્ટ, દ્રશ્યમ 3થી થયો અલગ

  • અક્ષય ખન્નાએ અજય દેવગણની હિટ ફ્રેન્ચાઈઝી દ્રશ્યમ 3 છોડી દીધી છે. આ ફિલ્મ 2022ની સુપરહિટ દ્રશ્યમ 2 ની સિક્વલ છે

HD ન્યુઝ ડેસ્કઃ હાલના દિવસોમાં બોલિવૂડમાં મોટા પ્રોજેક્ટ્સને લઈને સતત ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. તાજેતરમાં ફરહાન અખ્તરની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ડોન 3માંથી રણવીર સિંહ Ranveer Singhના બહાર નીકળવાના સમાચારે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. હવે એક દિવસ પછી અભિનેતા અક્ષય ખન્ના Akshaye Khanna અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અક્ષય ખન્નાએ અજય દેવગણની હિટ ફ્રેન્ચાઇઝી દ્રશ્યમ 3 છોડી દીધી છે. આ ફિલ્મ 2022ની સુપરહિટ દ્રશ્યમ 2 ની સિક્વલ છે. આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અક્ષય અને નિર્માતાઓની વચ્ચે ફી અને ક્રિએટિવ ડિફરન્સને લઈને સહમતિ સધાઈ શકી નથી. આ કારણે તેણે આ પ્રોજેક્ટમાંથી દૂર થવાનો નિર્ણય લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)

‘ધુરંધર’ ના કારણે ફિલ્મ છોડી દીધી?

અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મ ધુરંધરની તાજેતરની જંગી સફળતા પછી, અક્ષય ખન્નાએ તેની ફીમાં નોંધપાત્ર વધારો કરવાની માંગ કરી હતી. તેણે દ્રશ્યમ 3માં તેના દેખાવ અને પાત્રમાં નોંધપાત્ર ફેરફારોની પણ વિનંતી કરી હતી. પ્રી-પ્રોડક્શન દરમિયાન આ મુદ્દાઓ પર વાટાઘાટો નિષ્ફળ ગઈ અને મામલો અટકી ગયો. આખરે બંને પક્ષો વચ્ચે સંમતિ ન હોવાને કારણે અક્ષયે ફિલ્મ છોડી દેવાનો નિર્ણય લીધો.

અક્ષય ખન્ના કે ફિલ્મની પ્રોડક્શન ટીમે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી, પરંતુ રણવીર સિંહના ડોન 3 માંથી બહાર નીકળ્યા પછી તરત જ આ સમાચાર આવ્યા છે, જેના કારણે ઈન્ડસ્ટ્રી અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ ભારતી સિંહે બીજા બાળકની ઝલક બતાવી, બાળકને તેડીને ભાવુક થઈ, જુઓ Video

Back to top button