ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અમૂલ, મધર બાદ વધુ એક ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો, જાણો વિગત

ભોપાલ, તા. 6 મે, 2025: મે મહિનાની શરૂઆતમાં જ અમૂલ અને મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો કરીને આમ આદમીને ફટકો માર્યો હતો. હવે વધુ એક ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. મધ્ય પ્રદેશની અગ્રણી દૂધ ઉત્પાદક કંપની સાંચીએ પણ કિંમતમાં વધારો કર્યો છે. એક લીટરમાં બે રૂપિયા અને 500 ગ્રામમાં 1 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. નવો ભાવ આજે મધરાતથી જ લાગુ થઈ જશે. અમૂલ દ્વારા ભા વધારવામાં આવ્યા બાદ હવે સાંચીએ આ પગલું ભર્યું છે. આ પહેલા ગત વર્ષે જુલાઈમાં સાંચીએ તેની પ્રોડક્ટની કિંમત વધારી હતી.

મેનેજમેન્ટે શું કહ્યું

સાંચી મેનેજમેન્ટનું કહેવું છે કે દૂધ ઉત્પાદનના ખર્ચમાં વધારો અને કાચા માલના ભાવ વધતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સીધી જ અસર ગ્રાહકો પર પડશે.

છૂટક દૂધ વિક્રેતાએ પણ કર્યો વધારો

ભોપલામાં સૌથી વધુ દૂધ સાંચીનું વેચાય છે. જે બાદ અમૂલનો નંબર આવે છે. સૌરભ, શ્રીધિ, મધર ડેરી જેવી અન્ય બ્રાન્ડનું પણ વેચાણ થાય છે. ભોપાલમાં પેકિંગવાળા દૂધના બદલે છૂટક દૂધની માંગ વધારે રહે છે. અનેક ડેરીએ છૂટક દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટર સુધીનો વધારો ઝીંક્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આ 19 શહેરોમાં યોજાશે મોક ડ્રિલ, જાણો વિગતવાર

Back to top button