કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

જામનગરના કાલાવડમાં એડવોકેટની કરાઈ હત્યા, અજાણ્યા શખ્સોએ કર્યો હતો હુમલો

જામનગર 14 જૂન 2025: જામનગરના કાલાવડમાં એડવોકેટની હત્યા કરવામાં આવી છે, કાલાવડ વકીલ મંડળના સેક્રેટરીની હત્યાથી સમગ્ર વકીલ મંડળમાં શોકની લાગણી છવાઈ, ઈમ્તિયાઝ દોઢિયા પર ત્રણ ઈસમોએ હુમલો કરીને હત્યા કરી છે, ત્રણ ઈસમોએ હુમલો કરી એડવોકેટની હત્યા કરી નાખી છે, કાલાવડ પોલીસે હત્યાને લઈ તપાસ હાથધરી છે.

કાલાવડ વકીલ મંડળના સેક્રેટરીની હત્યા

કાલાવડ વકીલ મંડળના સેક્રેટરી અને કાલાવડના જાણીતા એડવોકેટ ઇમ્તિયાઝ ભાઈ દોઢિયાની હત્યા કરવામાં આવી છે, રાત્રીના સમયે કાલાવડ શહેર ખાતે તેમના ઘરે ઘરનું તાળું ખોલતા  હતા તે જ સમયે અજાણ્યા ત્રણ શખ્સોએ પાછળથી આવી હુમલો કરી હત્યા નિપજાવી હતી, વકીલને તાત્કાલિક કાલાવડ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા,કાલાવડ વકીલ મંડળમાં શોકની લાગણી છે, પોલીસે આસપાસના સીસીટીવી તપાસ માટે લીધા છે.

મૃતદેહને પીએમ માટે ખસેડાયો

ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, હત્યા પાછળનું કારણ અકબંધ છે પરંતુ જે લોકોએ હુમલો કર્યો છે તેની ઓળખ હજી થઈ નથી, બીજી તરફ સરકારી હોસ્પિટલમાં વકીલોના ટોળા ઉમટયા હતા અને પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે, આ સમગ્ર ઘટનામાં પોલીસે ઘરની આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે.

આ પણ વાંચો: મધ્ય પૂર્વના હવાઈ ક્ષેત્ર બંધ, ઘણી એરલાઇન્સની ફ્લાઇટ્સ રદ, જાણો શા માટે લેવામાં આવ્યો આ નિર્ણય?

Back to top button