ટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

અનિલ અંબાણીની ફડચામાં ગયેલી આ કંપનીને અદાણી 4000 કરોડમાં ખરીદવાની તૈયારીમાં

મુંબઇ, 21 જૂન, 2025: ભારતના બીજા ક્રમના સૌથી વધુ ધનાઢ્ય અને દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દેશ અને વિદેશમાં પોતાના કારોબારનો વ્યાપ સતત વધારતા રહ્યા છે. તેની વચ્ચે તેઓ હવે અનિલ અંબાણીની નાદાર થઇ ચૂકેલી એક કંપનીને ખરીદવા જઇ રહ્યા છે. હકીકતમાં અદાણી પાવર લિમીટેડના રિલાયન્સ પાવરની પેટાકંપી વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ પાવર લિમીટેડ (VIPL)ના 600 મેગાવોટના બુટીબોરી થર્મલ વીજ પ્લાન્ટને હસ્તાંતર કરવાની વાતચીત લાંબા સમયથી ચાલી રહી હતી. આ પ્લાન્ટ નાગપુરમાં આવેલો છે.

4000 કરોડની ખરીદી માટે મંજૂરી

નોંધનીય છે કે આખરે, 18 જૂનના રોજ, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે અદાણી પાવરને 4000 કરોડ રૂપિયામાં VIPL ખરીદવાની મંજૂરી આપી છે. આ સંપાદન સાથે, અદાણી પાવર તેની વીજ ઉત્પાદન ક્ષમતા વધારી શકશે અને તે દેશમાં વીજળીની વધતી માંગને પહોંચી વળવામાં પણ મદદરૂપ થશે.

અદાણી પાવરે આ સંપાદન માટે રિઝોલ્યુશન પ્લાન રજૂ કર્યો હતો. હવે NCLT મારફતેના સંપાદન સાથે, તે VIPLમાં 100 ટકા હિસ્સો હસ્તગત કરશે. સફળ રિઝોલ્યુશન પ્લાનમાં, કંપનીના સંપાદન માટે 4,000 કરોડ રૂપિયાની ચુકવણી સાથે, કંપનીએ 6,753 કરોડ રૂપિયાની જવાબદારીઓ ચૂકવવા માટે પણ સંમતિ આપી છે.

અદાણી પાવરનું માર્કેટ કેપ

24 ફેબ્રુઆરીના રોજ, અદાણી પાવરે તેના સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં VIPLના સંપાદન માટે તેના રિઝોલ્યુશન પ્લાન માટે કમિટી ઓફ ક્રેડિટર્સ (COC) પાસેથી મંજૂરી મેળવવાની માહિતી આપી હતી. 19 જૂન સુધીમાં, અદાણી પાવરનું બજાર મૂડીકરણ 2.07 લાખ કરોડ રૂપિયા હતું.

ગુરુવારે, તેના શેરનો ભાવ 533.20 રૂપિયા હતો. નાણાકીય વર્ષ 25ના માર્ચ ક્વાર્ટરમાં, કંપનીનો ચોખ્ખો નફો 4 ટકા ઘટીને 2,637 કરોડ રૂપિયા થયો, જે એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં 2,737 કરોડ રૂપિયા હતો.

આ પણ વાંચોઃ પાકિસ્તાન અને ચીનને બદલે અમેરિકી કંપની ભારતમાં કરશે 2500 કરોડનું રોકાણ

Back to top button