અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

Evening NEWS બુલેટિનમાં વાંચો અદાણી CNGના ભાવમાં કેટલો વધારો, સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે સજા, નૂહમાં બજરંગ દળ-VHPની રેલી રોકવા માટે SCમાં અરજી

  • ગુજરાતમાં ફરી અદાણી CNG ના ભાવમાં વધારો

અદાણીના CNGના ભાવમાં ફરી વધારો કરાયો છે, અદાણી CNGના ભાવમાં 15 પૈસાનો વધારો થયો છે. અદાણી દ્વારા 2 મહિનામાં CNGના ભાવમાં છઠ્ઠી વખત વધારો કરવામા આવ્યો છે. 5 જૂનથી 1 ઓગસ્ટ સુધી 6 વખત ભાવ વધારો ઝીંકાતા રિક્ષા ચાલકોની સ્થિતિ બની કફોડી બની છે.

આ પણ વાંચો : મોંઘવારીનો વધુ એક ડામ: રાજ્યમાં ફરી અદાણી CNGના ભાવમાં થયો વધારો, જાણો હવે કેટલા ચૂકવવા પડશે

 

  • સુરતમાં 2 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરવાનો કેસ

સુરતમાં 2 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં દોષિતને ફાંસીની સજા સંભળાવવામા આવી છે. આરોપી યુસુફ ઈસ્માઈલે પાંચ મહિના પહેલા બે વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરી નાખી હતી. આ કેસમાં માત્ર પાંચ મહિનામાં જ આરોપીને સજા સંભળાવવામાં આવી છે.

આ પણ વાંચો : સુરત : 2 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટનામાં પીડિત પરિવારને 5 મહિનામાં જ મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજા

 

  • ભાવનગરમાં બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતા 17 લોકોને કાટમાળમાંથી બચાવાયા

અમદાવાદમાં વહેલી સવારે સર્જાયેલી દૂર્ઘટના બાદ ભાવનગરમાં બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી છે. માધવહીલ કોમ્પલેક્ષનો પાછળનો ભાગ ધરાશાયી થતા કેટલાક લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હજુ સુધી ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. કેટલાક લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા દર્શાવાઇ રહી છે. જોકે, હાલ કાટમાળ ખસેડીને બચાવ કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો :  ભાવનગરમાં બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતા 17 લોકોને કાટમાળમાંથી બચાવાયા, હાલ બચાવ કામગીરી ચાલુ

 

  • નૂહમાં હિંસા બાદ બજરંગ દળ-VHPની રેલી રોકવા માટે SCમાં અરજી

હરિયાણામાં રણખાણો ફાટી નીકળ્યા બાદ નૂરમાં પણ હિંસક ધટનાઓમાં વધારો થયો છે. જેમાં ગુરુગ્રામ જિલ્લાની સાથે પલવલ જિલ્લામાં પણ તણાવ વધ્યો છે. ત્યારે ગુરુગ્રામ પોલીસે જણાવતા કહ્યું કે, અહીં નાના જૂથો હિંસામાં વધારો કરી રહ્યા છે. તેઓ નાના લોકોને નિશાન બનાવી રહ્યા છે.

આ પણ વાંચો : નૂહમાં હિંસા બાદ બજરંગ દળ-VHPની રેલી રોકવા માટે SCમાં અરજી

 

  • ઈસ્કોન બ્રિજ પર અજાણી વ્યક્તિનો મળી આવ્યો મૃતદેહ

તથ્ય પટેલના કાંડ પછી દેશ-વિદેશમાં ઇસ્કોન બ્રિજ ફેમસ થઈ ગયો છે. તેવામાં એક વખત ફરીથી ઇસ્કોન બ્રિજ પર એક મૃતદેહ મળી આવતા ચકચાર જામી છે. મળી રહેલી માહિતી અનુસાર, ઇસ્કોન બ્રિજ પર વહેલી સવારે રાહદારીએ પોલીસને જાણકારી આપી હતી કે, બ્રિજ પર કોઈ અજાણ્યા વ્યક્તિનું મૃતદેહ પડ્યું છે.

આ પણ વાંચો : ઇસ્કોન બ્રિજ પર અજાણી વ્યક્તિનો મળી આવ્યો મૃતદેહ; તર્ક-વિતર્કોએ ઉભું કર્યું સસ્પેન્સ

 

  • પશ્ચિમ બંગાળની ખાડીમાં ડિપ ડિપ્રેશન બનતા ભારે વરસાદની સંભાવના

પશ્ચિમ બંગાળની ખાડીમાં ડિપ ડિપ્રેશન બનતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થશે. જેમાં બંગાળમાં સાયક્લોનિક સર્ક્યુલેશની અસર ગુજરાતમાં જોવા મળશે. તેમાં ઉત્તર ગુજરાત તરફ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. તથા સાયક્લોનિક સર્ક્યુલેશની અસર ગુજરાતમાં જોવા મળશે.

આ પણ વાંચો : પશ્ચિમ બંગાળની ખાડીમાં ડિપ ડિપ્રેશન બનતા ગુજરાતના આ વિસ્તારોમાં થશે ધોધમાર વરસાદ

  • જેપુરા-પાવાગઢ ખાતે કરાશે ‘વનકવચ’નું લોકાર્પણ

પાવાગઢની તળેટીમાં ચાંપાનેરથી 3 કિમી દૂર વનવિભાગ દ્વારા વન કવચ તૈયાર કરવામાં આવ્યું છે. જે 15 હજાર ચો.મી. જમીનમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ વનમાં મધ્ય ગુજરાતમાં જ જોવા મળતા 12 હજાર વૃક્ષોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. જેનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે 3 ઓગસ્ટ એટલે કે આવતીકાલે ઉદ્વાટન કરવામાં આવનાર છે.

આ પણ વાંચો : પાવાગઢની તળેટીમાં નિર્માણ પામેલા ‘વન કવચ’ની જાણો વિશેષતાઓ

Back to top button