અભિનેતા અરશદ વારસીએ લોકોને બનાવ્યા ‘મામૂ’, સેબીએ મુક્યો પ્રતિબંધ, જાણો શું છે મામલો

મુંબઈ, 30 મે; સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ બોલિવૂડમાં ‘સર્કિટ’ નામથી પ્રસિદ્ધ અભિનેતા અરશદ વારસી પર સ્ટોક માર્કેટમાં છેતરપિંડી કરવા બદલ પ્રતિબંધ મૂક્યો છે. તેની પત્ની અને તેના ભાઈ પર પણ એક વર્ષ માટે સ્ટોક માર્કેટમાંથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અરશદ વારસી ઉપરાંત અન્ય 58 લોકો પર પણ માર્કેટ સાથે છેતરપિંડી કરવા બદલ એક વર્ષનો પ્રતિબંધ તેમજ 5-5 લાખની પેનલ્ટી ફટકારી છે.
સેબીએ અરશદ વારસી સહિત 59 લોકોની કુલ રૂ. 105 કરોડની ગેરકાયદે કમાણી પણ જપ્ત કરવા આદેશ આપ્યો છે. આ કાર્યવાહી સાધના બ્રોડકાસ્ટ લિ. (Sadhna Broadcast Ltd-SBL)ના શેર્સ સાથે છેતરપિંડી આચરી હતી. કંપનીના શેરના ભાવ કૃત્રિમ રીતે વધારી તેને ઊંચા ભાવે (પંપ એન્ડ ડંપ) વેચ્યા હતા. જેનાથી અન્ય રોકાણકારોને મોટું નુકસાન થયુ હતું.
પંપ એન્ડ ડંપ મારફત 18.33 કરોડની કમાણી
સાધના બ્રોડકાસ્ટ લિ.ના શેર્સના પંપ એન્ડ ડંપ મારફત ગૌરવ ગુપ્તાએ સૌથી વધુ રૂ. 18.33 કરોડની કમાણી કરી હતી. સાધના બાયો ઓઈલ્સ પ્રા. લિ.એ પણ રૂ. 9.41 કરોડનો પ્રોફિટ કમાયો હતો. સેબીએ આ છેતરપિંડી આચરી મેળવેલા લાભને પરત કરવા આદેશ આપ્યો છે. સેબીએ મનિષ મિશ્રાને રૂ. 5 કરોડ, ગૌરવ ગુપ્તા સહિત અન્યને રૂ. 2-2 કરોડનો દંડ ફટકાર્યો છે. જતિન મનુભાઈ શાહ પર રૂ. 1 કરોડનો દંડ ફટકાર્યો હતો.
અરશદ વારસી સહિત કુલ 59 લોકોએ સાધના બ્રોડકાસ્ટના શેર પંપ એન્ડ ડંપ સ્કીમ મારફત પોતાનો હિસ્સો વેચતાં પહેલાં શેરના ભાવ કૃત્રિમ રૂપે વધાર્યા હતાં. ભાવ વધારવા માટે ભ્રામક યુટ્યુબ વીડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ છેતરપિંડીનો ખુલાસો સેબીની તપાસમાં થયો હતો. જે 8 માર્ચ, 2022થી 30 નવેમ્બર, 2022 સુધી ચાલી હતી. સેબીએ છેતરપિંડી માટે ઉપયોગમાં લેવાયેલા માર્કેટિંગનો પર્દાફાશ કર્યો હતો. જે યુટ્યુબ પર ખોટી ચીજોના પ્રચાર માટે ઉભુ કરાયેલુ માળખું હતું. જેમાં અજાણ્યા રોકાણકારો ભરમાવી મૂડી ગુમાવી રહ્યા હતાં.
પાંચ યુટ્યુબ ચેનલની થઈ ઓળખ
એક મહત્ત્વપૂર્ણ ખુલાસામાં સેબીએ પાંચ યુટ્યુબ ચેનલની ઓળખ કરી હતી. ધ એડવાઈઝર, મિડકેપ કૉલ્સ, પ્રોફિટ યાત્રા, મનીવાઈઝ, અને ઈન્ડિયા બુલિશ નામની યુટ્યુબ ચેનલ શેર વિશે ખોટો પ્રચાર કરી રહી હતી. આ ચેનલે એસબીએલના શેરના પંપ એન્ડ ડંપમાં ભૂમિકા ભજવી હતી.
વોટ્સએપ ચેટ પર થયો ખુલાસો
મનીષ મિશ્રા અને અરશદ વારસી વચ્ચે વોટ્સએપ ચેટ પરથી જાણ થઈ હતી કે, વારસી, તેના પત્ની અને તેના ભાઈને રૂ. 25-25 લાખ ટ્રાન્સફર કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં સેબીના અંતિમ આદેશમાં આ મામલે કુલ સાત વ્યક્તિઓ પર પાંચ વર્ષનો પ્રતિબંધ અને અન્ય 54 વ્યક્તિ પર એક વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
નિદા ખાન હવે કહેવાશે વેદિકા સિસોદિયા, દિલ્હીની મુસ્લિમ મહિલા બની હિન્દુ; શું છે કારણ
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે પહલગામ પર હુમલો કેમ કર્યો, કોણ કોણ સામેલ હતું, જાણો
જ્યોતિ મલ્હોત્રાની મુશ્કેલીઓ વધી, હિસાર કોર્ટે આપ્યો આ મોટો નિર્ણય
જ્યારે હિન્દુઓ મજબૂત બનશે ત્યારે જ દુનિયા તેમને ગંભીરતાથી લેશે; મોહન ભાગવતની અપીલ
ભારતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે, જાણો NB.1.8.1 અને LF.7 વેરિઅન્ટ કેટલા ખતરનાક છે
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw











