અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદના નારણપુરામાં વાન પાછળ બાઇક ઘૂસી જતા અકસ્માત સર્જાયો: 2ના મૃત્યુ

અમદાવાદ, 31 મે 2025: અમદાવાદમાં ફરી એક વખત રફ્તારનો કહેર સામે આવ્યો છે. અમદાવાદના નારણપુરામાં નવા બનેલા શાસ્ત્રીનગર ઓવરબ્રીજ પર કોન્ટ્રાક્ટર પીકઅપ વાન લઈને ડેકોરેટીવ લાઇટ હટાવી રહ્યો હતો. ત્યારે પુરઝડપે બાઈક પર આવેલા બે યુવકો પીકઅપ વાન સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તેમને ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યા હતા. આ અંગે બી ડીવીઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.

રાજ્યમાં દિવસે અને દિવસે અકસ્માતોના બનાવ વધી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવી રહ્યો છે. ભાડજમાં રહેતા તારાચંદ ડામોર લાઇટ અને સાઉન્ડ સીસ્ટમનું કામ કરે છે. થોડા દિવસ પહેલા નારણપુરા શાસ્ત્રીનગર પર ઓવરબ્રીજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેના પર ડેકોરેટીવ લાઈટનું કામ તારાચંદને મળ્યું હતું. તે સવારે તેમની પીકઅપ વાન લઈને શ્રમિક સાથે આવીને ડેકોરેટીવ લાઈટ ઉતારવાનું કામ કરતા હતા. ત્યારે પુરઝડપે બાઇક પર યુવકો આવ્યા હતા અને ધડાકાભેર રોડની સાઈડ પર ઊભેલી વાન સાથે અથડાયા હતા.

જેમાં બંનેને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતકના નામ વિવેક સુથાર (ઓઢવ) અને વિહાર વ્યાસ (તલાલા) હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો..એન ચંદ્રશેખરનનું ટાટા કેમિકલ્સના ચેરમેન પદ પરથી રાજીનામું: જાણો કોણ નિભાવશે જવાબદારી

Back to top button