આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયાલાઈફસ્ટાઈલવર્લ્ડ

વિદેશમાં રહેતા ભારતીયોની કમાલ, પહેલી વાર આટલા પૈસા મોકલ્યા ઘરે, સૌથી વધુ આ દેશમાંથી આવ્યા

નવી દિલ્હી, 2 જુલાઇ, 2025: દેશની અર્થવ્યવસ્થામાં પ્રવાસી ભારતીયોનું કેટલું યોગદાન છે, તે વાત તમે નીચે આપવામાં આવેલા આંકડાઓ પરથી સમજી શકાય છે. જેમાં પાછલા નાણાંકીય વર્ષ દરમિયાન તેમણે એફડીઆઇથી પણ વધુ નાણાં પોતાના ઘરે મોકલ્યા છે. પ્રવાસી ભારતીયો (વિદેશી રહેતા ભારતીયો)એ પોતાના પરિવારોને પૈસા મોકલવાનો પોતાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. નાણાંકીય વર્ષ 2024-25 દરમિયાન વિદેશમાં રહેતા ભારતીયોએ 135.46 અબજ ડોલર એટલે કે આશરે 1.16 લાખ કરોડ રૂપિયા પોતાના પરિવારોને મોકલ્યા હતા, અત્યાર સુધી કોઇ પણ વર્ષમાં પ્રવાસી ભારતીયો દ્વારા મોકલવામાં આવેલી રકમ કરતા આ સૌથી મોટી રકમ છે.

પૈસા મોકલવામાં પ્રવાસી ભારતીયોનો રેકોર્ડ

આઠ વર્ષ પહેલા પ્રવાસી ભારતીય દ્વારા 61 અબજ ડોલરની રકમ મોકલવામાં આવી હતી, પરંતુ આજે આ રકમ બમણાથી પણ વધુ થઇ ગઇ છે, આ આંકડા વિદેશમાં રહેતા ભારતીયો આર્થિક સમૃદ્ધિને જાહેર કરે છે.

પાછલા આશરે 10 વર્ષોના આંકડાઓ જોઇએ તો ભારત સૌથી વધુ રેમિટન્સ હાંસલ કરવા વાળો દેશ છે. વિશ્વ બેન્કનો રિપોર્ટ આ બાબતની પુષ્ટિ કરે છે. આ રિપોર્ટના અનુસાર મેકિસ્કો વર્ષ 2024માં 5.8 લાખ કરોડ રેમિટન્સ સાથે બીજા અને તે પછી 4.1 લાખ કરોડ રૂપિયા સાથે ચીન ત્રીજા નંબરે છે.

રેમિટન્સ વેપાર ખાધને ભરપાઈ કરે છે

આઠ વર્ષમાં રેમિટન્સનું પ્રમાણ લગભગ બમણું થયું છે. નાણાકીય વર્ષ 2014-15 દરમિયાન રેમિટન્સ રૂ. 6 લાખ કરોડ, 2015-16 દરમિયાન રૂ. 5.62 લાખ કરોડ, 2016-17 દરમિયાન રૂ. 5.26 લાખ કરોડ, 2017-18 દરમિયાન રૂ. 5.93 લાખ કરોડ, 2018-19 દરમિયાન રૂ. 6.55 લાખ કરોડ, 2019-2020 દરમિયાન રૂ. 7.13 લાખ કરોડ અને 2020-21 દરમિયાન રૂ. 6.87 લાખ કરોડ હતું.

ભારતને નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 7.64 લાખ કરોડ રૂપિયા, 2022-23 દરમિયાન 9.64 લાખ કરોડ રૂપિયા, 2023-24 દરમિયાન 10.18 લાખ કરોડ રૂપિયા અને 2024-25 દરમિયાન 11.63 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા. આરબીઆઈના અહેવાલ મુજબ, વિદેશમાંથી પ્રાપ્ત થયેલા કુલ રેમિટન્સમાં બ્રિટન, અમેરિકા અને સિંગાપોરનો હિસ્સો 45 ટકા છે. આનો અર્થ એ થયો કે રેમિટન્સ આપણી વેપાર ખાધના લગભગ 47 ટકાને આવરી લે છે.

આ પણ વાંચોઃ કેન્દ્રએ બાઇક ટેક્સીને આપી મંજૂરી, માર્ગદર્શિકા જારી

Back to top button