ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ટીમ ઈંડિયાના આ ખૂંખાર ખેલાડીએ પહેલા જ બોલે પાકિસ્તાનીઓનો ઘમંડ તોડી નાખ્યો, બોલર્સને હંફાવી દીધા

IND VS PAK MATCH: ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 એશિયા કપ 2025માં એક મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમે 7 વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં પાકિસ્તાને ભારતને જીતવા માટે 128 રનનો લક્ષ્યાંક આપ્યો છે. આ મેચમાં પાકિસ્તાની બેટ્સમેન ભારતીય સ્પિનરો સામે ખાસ જાદુ બતાવી શક્યા ન હતા. બીજી તરફ, અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરી અને પાકિસ્તાની બોલરોને ધોઈ નાખ્યા હતા.

શાહીન આફ્રિદીના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

અભિષેક શર્માએ ક્રીઝ પર આવતાની સાથે જ આક્રમક બેટિંગ કરી અને પોતાના ઇરાદો જણાવી દીધો હતો. પાકિસ્તાન તરફથી શાહીન શાહ આફ્રિદીએ પહેલી ઓવર નાખી અને અભિષેકે તેની ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ પછી, અભિષેકે તેના બીજા બોલ પર છગ્ગો ફટકાર્યો અને તેનો બધો ઘમંડ ઉતારી દીધો હતો. શાહીનની આ ઓવરમાં કુલ 12 રન બન્યા હતા.

અભિષેકે મેચમાં 238 ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા

અભિષેક શર્મા અહીં જ અટક્યો નહીં. આ પછી, જ્યારે શાહીન શાહ આફ્રિદી બીજી ઓવર લઈને આવ્યો, ત્યારે અભિષેકે ફરીથી આ ઓવરમાં પહેલા બોલ પર ચોગ્ગો અને ત્રીજા બોલ પર છગ્ગો ફટકાર્યો. શાહીનને સમજાતું નહોતું કે ક્યાં બોલિંગ કરવી. તે પોતાની લાઇન અને લેન્થથી બિલકુલ દૂર હતો. પાકિસ્તાન સામેની મેચમાં અભિષેકે 13 બોલમાં કુલ 31 રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થતો હતો. તેણે 238.46 ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી અને પાકિસ્તાની બોલરોને હંફાવી દીધા હતા.

કુલદીપ યાદવે ત્રણ વિકેટ લીધી

મેચમાં પાકિસ્તાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે સેમ અયુબ ખાતું ખોલ્યા વિના હાર્દિક પંડ્યાના બોલ પર પેવેલિયન પરત ફર્યા. આ પછી, સાહિબજાદા ફરહાન અને ફખર ઝમાન થોડા સમય માટે વિકેટ પર રહેવાનો પ્રયાસ કર્યો. ફરહાને 40 રન બનાવ્યા. અંતે, શાહીન આફ્રિદીએ 16 બોલમાં 33 રન બનાવ્યા. આ ખેલાડીઓના કારણે જ પાકિસ્તાની ટીમ 127 રન સુધી પહોંચી શકી. નહીંતર, તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ શકી હોત. કુલદીપ યાદવે ભારતીય ટીમ માટે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: ટીમ ઈંડિયા આગામી મેચ બોયકોટ કરી દો, અમને ફાઈનલમાં પહોંચાડી દો: ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાની ફેન્સની અપીલ

Back to top button