દિલ્હીમાં આમ આદમી પાર્ટી પાણીમાં બેસી ગઈ, મેયરની ચૂંટણી લડવાની ના પાડી દીધી, ભાજપને મળ્યું મોકળું મેદાન

નવી દિલ્હી, 21 એપ્રિલ 2025: આમ આદમી પાર્ટીએ મેયરની ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ કહ્યું કે, આ વખતે તેઓ મેયરની ચૂંટણી નહીં લડે. દિલ્હીના પૂર્વ સીએમ આતિશીએ કહ્યું કે, ભાજપે જ્યાં જ્યાં ચૂંટણી હારે છે, ત્યાં સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને સરકાર બનાવે છે. બીજી પાર્ટીઓને તોડીને ભાજપ સરકાર બનાવે છે. એમસીડી ચૂંટણીને ગુજરાતની ચૂંટણી સાથે કરાવી, પણ તેમના કોઈ પ્રયાસો સફળ થયા નહીં. છેલ્લા અઢી વર્ષથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ભાજપ તોડીને લઈ ગઈ. અમે કોઈ પણ ધારાસભ્ય કે કોર્પોરેટરને ખરીદવા-વેચવામાં માનતા નથી.
પૂર્વ સીએમ આતિશીએ કહ્યું કે, હાલમાં તોડફોડ બાદ એમસીડીમાં ભાજપની બહુમત છે. અમે તોડફોડની રાજનીતિ નથી કરતા. તો આ વખતે ચૂંટણી નહીં લડીએ. ભાજપ પોતાની ટ્રિપલ એન્જીનની સરકાર ચલાવે. દિલ્હીમાં કાયદો અને સફાઈની જવાબદારી નિભાવે. અમે એક મજબૂત વિપક્ષની રાજનીતિ નિભાવીશું. આતિશીએ કહ્યું કે, ભાજપે તોડફોન કરીને નિગમમાં પોતાનું સંખ્યાબળ વધારી દીધું છે. જો અમારી ચૂંટણી જીતવી હોય તો અમારે તોડફોડ કરવી પડી, જે અમે નહીં કરીએ.
#WATCH | AAP Delhi President Saurabh Bharadwaj says, “We have decided that we will not field an Aam Aadmi Party candidate in the Mayor’s elections this time. BJP should elect its own Mayor, BJP should form its own standing committee and should rule Delhi without any excuses…” pic.twitter.com/vYOLNnm8UQ
— ANI (@ANI) April 21, 2025
ભાજપે આમ આદમી પાર્ટીનો ઘેરાવ કર્યો
આમ આદમી પાર્ટીના મેયર ચૂંટણીમાં ભાગ ન લેવાના નિર્ણય બાદ ભાજપ તરફથી પ્રહારો થયા છે. ભાજપના દિલ્હી પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે કહ્યું કે આમ આદમી પાર્ટી સારી રીતે જાણે છે કે દિલ્હી નગર નિગમમાં તેઓ બહુમત ખોઈ ચુક્યા છે. છેલ્લા અઢી વર્ષમાં નગર નિગમની જાળવણી અને પ્રશાસનિક કામ બંધ પડ્યા છે. તેના કારણે આમ આદમી પાર્ટી ચૂંટણી બહિષ્કારનું નાટક કરી રહી છે.
ભાજપના પ્રવક્તાએ જ્યાં આમ આદમી પાર્ટીને મેયર ચૂંટણીમાંથી પાછીપાની કરવા પર પાર્ટીનો ઘેરાવ કર્યો. તો વલી કોંગ્રેસ અને આપના ગઠબંધનની વાતો પણ થઈ રહી છે. તેમણે કહ્યું કે, શક્ય છે કે અહીંથી આગળ આપ અને કોંગ્રેસ ગઠબંધન કરે. જો કે આ અગાઉ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન નહોતું કર્યું અને એકલા જ મેદાનમાં ઉતર્યા હતા.
નોમિનેશનના છેલ્લા દિવસે જાહેરાત કરવામાં આવી
હકીકતમાં જોઈએ તો, સોમવાર એટલે કે 21 એપ્રિલ એ દિલ્હીમાં MCD મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી માટે નામાંકનનો છેલ્લો દિવસ છે. તે જ દિવસે, આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાંથી ખસી જવાની જાહેરાત કરી છે. દિલ્હીમાં મેયરપદની ચૂંટણી 25 એપ્રિલે યોજાવાની છે, તેથી નામાંકનના છેલ્લા દિવસે આમ આદમી પાર્ટી અને ભાજપ મેયર અને ડેપ્યુટી મેયર માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરવાના હતા, પરંતુ હવે AAP એ જાહેરાત કરી છે કે તે ચૂંટણી નહીં લડે.












