
અમદાવાદ 30 જૂન 2025: શહેરના સેટેલાઈટ વિસ્તારમાં હ્રદયદ્રાવક બનાવ સામે આવ્યો છે, જ્યાં ઝનૂની સ્વભાવ ધરાવતા પુત્રએ પોતાના પિતા ડૉ. નરેશકુમાર તીલવાનીની ધારદાર હથિયારથી હત્યા કરી દીધી છે. ઘટના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા વૈભવ ટાવરમાં બની છે.
માહિતી મુજબ, આરોપી પુત્ર છેલ્લા 7 વર્ષથી પરિવારના સભ્યો સાથે કોઈ સંપર્કમાં ન હતો અને આખો દિવસ પોતાના બેડરૂમમાં એકલો રહેતો હતો. પિતા નરેશકુમાર તીલવાની ઘેર જમવા ન આવ્યા હોય, જેથી પત્નીએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન તેમનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળ્યો હતો.
ઘટનાની જાણ થતાં સેટેલાઈટ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, પુત્રના ત્રાસને કારણે માતા અને બહેન વસ્ત્રાપુર વિસ્તારમાં અલગ રહેતા હતા.
આ પણ વાંચો: એક ઔર “કેરલ સ્ટોરી!” જાણો પ્રયાગરાજની દલિત સગીર છોકરી સાથે શું થયું? કેવી રીતે બચી?












