પટણાના મહાવીર મંદિરમાં નવી પરંપરાની શરૂઆત: હવે દર પૂર્ણિમાને દિવસે થશે વિશેષ ‘શિખર ધ્વજ પૂજા’

tradition begins at Mahavir Temple: બિહારના પ્રસિદ્ધ મહાવીર મંદિરમાં એક નવી આધ્યાત્મિક પરંપરાની શરૂઆત થવા જઈ રહી છે. મંદિર વહીવટી સમિતિએ જાહેરાત કરી છે કે હવે દર પૂર્ણિમાના દિવસે મંદિરના મુખ્ય શિખર પર લગાવેલા ધ્વજની વિશેષ ‘શિખર ધ્વજ-પૂજા’ કરવામાં આવશે.
આ નવી પરંપરાની ઔપચારિક શરૂઆત 19 જુલાઈ 2026ના રોજ આષાઢ પૂર્ણિમાના દિવસે કરવામાં આવશે. મંદિર પ્રશાસને જણાવ્યું છે કે પ્રત્યેક પૂર્ણિમાએ વૈદિક વિધિ-વિધાન અનુસાર ધ્વજની પૂજા કરવામાં આવશે અને ત્યારબાદ ધ્વજને બદલવામાં આવશે. આ વિશેષ પૂજા લગભગ બે કલાક સુધી ચાલશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ધ્વજ પૂજનનું મહત્વ મંદિર પ્રબંધનના મતે, કોઈપણ મંદિરની આધ્યાત્મિક ઊર્જા તેના શિખર પરના ધ્વજમાં કેન્દ્રિત હોય છે. ધ્વજનું દર્શન અને પૂજન એ મંદિરના તમામ દેવી-દેવતાઓની સામૂહિક ઉપાસના જેટલું ફળદાયી માનવામાં આવે છે.
મહાવીર મંદિરમાં અગાઉથી પૂર્ણિમાને દિવસે ધ્વજ પૂજન અને પરિવર્તનની પરંપરા હતી, પરંતુ હવે તેને વધુ વિસ્તૃત અને વિશેષ સ્વરૂપ આપવામાં આવ્યું છે. મહાવીર સ્થાન ન્યાસ સમિતિના સચિવ સાયણ કુણાલએ જણાવ્યું કે લાંબા સમયથી શ્રદ્ધાળુઓ આવી માંગ કરતા હતા. રામનવમી અને હનુમાન જયંતીની જેમ દર પૂર્ણિમાએ વિશેષ પૂજા થાય તેવી ઈચ્છા હતી.
શરૂઆતના તબક્કામાં મંદિર વહીવટી તંત્ર દ્વારા જ આ પૂજાનું આયોજન કરવામાં આવશે. જે શ્રદ્ધાળુઓએ શુલ્ક ભર્યું છે તેમના નામ-ગોત્ર સાથે સંકલ્પ પૂર્વક પૂજા કરવામાં આવશે.
મંદિર પ્રશાસને 29 જુલાઈના રોજ આયોજિત પ્રથમ વિશેષ ધ્વજ-પૂજામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને ઉપસ્થિત રહેવા અપીલ કરી છે.
આ પણ વાંચો : ઈરાન-અમેરિકા તણાવ ફરી વધ્યો! ડ્રોન હુમલા અને મિસાઇલ એટેકથી ખાડી વિસ્તારમાં યુદ્ધ જેવી સ્થિતિ











