ઈરાન-અમેરિકા તણાવ ફરી વધ્યો! ડ્રોન હુમલા અને મિસાઇલ એટેકથી ખાડી વિસ્તારમાં યુદ્ધ જેવી સ્થિતિ
Iran-US tensions rise: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ગંભીર બનતો જોવા મળી રહ્યો છે. સોમવારે અમેરિકા દ્વારા ઈરાનમાં આવેલા રડાર અને ડ્રોન ઠેકાણાઓ પર બોમ્બમારો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી બાદ ઈરાને પણ કડક જવાબ આપતા કૂવૈતમાં સ્થિત અમેરિકી સૈનિકોને નિશાન બનાવી મિસાઇલ હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે. જોકે અમેરિકાએ આ મિસાઇલોને હવામાં જ નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો છે.
બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની વાતો ચાલી રહી હોવા છતાં વારંવાર થતા હુમલાઓએ મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરી દીધી છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે જો આ હુમલાઓ ચાલુ રહેશે તો સમગ્ર ખાડી વિસ્તારની સુરક્ષા પર તેની ગંભીર અસર પડી શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ વચ્ચે ઇઝરાયેલ અને લેબનાનના હિઝબુલ્લાહ સંગઠન વચ્ચે પણ અથડામણો તેજ બની રહી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથેની ચર્ચા બાદ હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચે તણાવ ઘટાડવા માટે સહમતિ બની છે. જોકે થોડા સમય બાદ જ ઇઝરાયેલે લેબનાન તરફથી મિસાઇલ લોન્ચ થવાની માહિતી આપી અને ઉત્તર ઇઝરાયેલના નાગરિકોને સુરક્ષિત સ્થળે જવાની ચેતવણી આપી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર મીડિયા અને ડેમોક્રેટ્સ પર નિશાન સાધતા કહ્યું કે ઈરાન સામે અમેરિકાની કાર્યવાહી છતાં કેટલાક મીડિયા સંગઠનો ખોટી રીતે સમાચાર રજૂ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે ઈરાન સાથેની ચર્ચાઓ “ઝડપથી” આગળ વધી રહી છે, પરંતુ સતત હુમલાઓને કારણે યુદ્ધવિરામ પર ખતરો યથાવત છે.
હાલ વિશ્વભરના દેશોની નજર અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓ પર છે. જો બંને દેશો વચ્ચે સમજૂતી નહીં થાય તો મધ્ય પૂર્વમાં મોટું સંકટ ઊભું થઈ શકે છે.
આ પણ વાંચો : તમે પાગલ છો, હું ન હોત તો તમે જેલમાં હોત” – ટ્રમ્પે નેતન્યાહુને રોકડુ પરખાવ્યું












